Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

એસઆઈએએ કાશ્મીર ડિવિઝનમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા

ખેતરમાં પેકેટ મળવાની માહિતી બાદ કાર્યવાહી : ઘાટીના પત્રકારોને તાજેતરમાં આપવામાં આવેલી ધમકીના કેસમાં આ કાર્યવાહી કરવામાં આવી

નવી દિલ્હી, તા.૨૪ : રાજ્ય તપાસ એજન્સી એ કાશ્મીર ડિવિઝનમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, એજન્સીની ટીમ દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના મટ્ટન અને ડેલગામ વિસ્તારમાં પહોંચી ગઈ છે. તે જ સમયે, શ્રીનગર, બડગામ અને પુલવામા સહિત મધ્ય કાશ્મીરમાં ઘણી જગ્યાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. ઘાટીના પત્રકારોને તાજેતરમાં આપવામાં આવેલી ધમકીના કેસમાં આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

એડિશનલ એસપી સુરિન્દર ચૌધરીએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં એક ખેતરમાં પેકેટ મળવાની માહિતી સૂત્રો પાસેથી મળી હતી.

જ્યારે સ્થળ પરથી પેકેટ ખોલવામાં આવ્યું ત્યારે તેમાંથી બે પિસ્તોલ, એક આઈઈડી, ચાર મેગેઝીન અને લગભગ પાંચ લાખ રૃપિયાની રોકડ મળી આવી હતી. પોલીસે તપાસ શરૃ કરી છે.

આ પહેલા સાંબા જિલ્લાના જમ્મુ અને કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી) એ આંતરરાષ્ટ્રીય સરહદને અડીને આવેલા કેટલાક આગળના ગામોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, એસઓજી, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સે સરહદ પારથી તાજેતરના ઘૂસણખોરીના પ્રયાસોને પગલે સરહદ વિસ્તારમાં લગભગ ત્રણ કલાક લાબું સર્ચ ઓપરેશન કર્યું હતું. એસએમ પોરા, રામગઢ સેક્ટરના સપવાલ, ચમલિયાલ અને નારાયણપુર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

 

(7:45 pm IST)