Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

એરટેલએ તેના ગ્રાહકોને આપ્‍યો મોટો ઝટકો : હટાવ્‍યો સૌથી સસ્‍તો પ્‍લાન

જે પ્‍લાન વધુ ચાલતો હતો તે સસ્‍તો પ્‍લાન જ હટાવી દીધો છેઃ જેની અસર હવે ગ્રાહકો પર પડશે

મુંબઇ, તા.૨૫: એરટેલ કંપનીએ પોતાના ગ્રાહકોને મોટો ઝટકો આપ્‍યો છે. જે પ્‍લાન વધુ ચાલતો હતો તે સસ્‍તો પ્‍લાન જ હટાવી દીધો છે. જેની અસર હવે ગ્રાહકો પર પડશે એરટેલના ૯૯ રૂપિયાના પ્‍લાનમાં ગ્રાહકોને ૯૯ રૂપિયાનું ટોક-ટાઈમ મળે છે. આમાં ગ્રાહકો પાસેથી કોલ માટે ૨.૫ રૂપિયા પ્રતિ સેકન્‍ડ વસૂલવામાં આવે છે. આ પ્‍લાન ૨૮ દિવસની વેલિડિટી સાથે આવે છે. આ સાથે ગ્રાહકોને 200MB ડેટા પણ મળે છે.

એરટેલે ગયા વર્ષે નવેમ્‍બરથી અલગ-અલગ સર્કલમાં આ પ્‍લાન હટાવવાનું શરૂ કર્યું હતું. ૯૯ રૂપિયાના પ્‍લાનની સામે હવે ગ્રાહકોએ ૧૫૫ રૂપિયાનો પ્‍લાન ખરીદવો પડશે.

એરટેલના ૧૫૫ રૂપિયાના પ્‍લાનમાં ગ્રાહકોને ૨૮ દિવસની વેલિડિટી મળશે. આ સાથે ગ્રાહકોને અનલિમિટેડ કોલિંગ સાથે 1GB ડેટા પણ મળશે. આ સિવાય ગ્રાહકોને પ્‍લાનમાં ૩૦૦ SMSનો લાભ પણ મળશે.

(10:43 am IST)