Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

કંગાળ પાકિસ્‍તાનને IMFનો ઝટકો : લોન આપવાનો કર્યો ઇન્‍કાર

પાકની અપીલને ફગાવી : હવે સરકારી કર્મચારીઓના પગારમાં કાપ મૂકાશે : પાકિસ્‍તાનમાં રોજિંદી જરૂરીયાતો પુરી કરવી પણ મુશ્‍કેલ : ગંભીર આર્થિક સંકટ : આઇએમએફે મદદ કરવાની ના પાડી દિધી

નવી દિલ્‍હી તા. ૨૬ : આર્થિક રીતે પડી ભાંગેલા પાકિસ્‍તાનથી મોટા અહેવાલ મળી રહ્યા છે. આઇએમએફે પાકિસ્‍તાનને લોન આપવાનો ઇન્‍કાર કરી દીધો છે. અગાઉ આઇએમએફે પાકિસ્‍તાનને બજેટના સંદર્ભે જાણકારી માંગી હતી. પાકિસ્‍તાનને ૧૦ અરબ ડોલરની વિદેશી લોનની તાત્‍કાલિક જરૂર છે.

આઇએફએફના આ પગલાથી ત્‍યાંના સરકારી કર્મચારીઓને પગારના ફાંફાં પડી શકે છે. મીડિયા રીપોર્ટમાં તેની ચર્ચા છે કે શહબાજ શરીફ સરકારે સરકારી કર્મચારીના પગારમાં ૧૦ ટકાનો કાપ મૂકવાનો આદેશ આપ્‍યો છે.

આઇએમએફે પાકિસ્‍તાનથી એવા સમયે મોઢુ ફેરવી લીધું છે. જ્‍યારે ત્‍યાં આર્થિક સંકટ માથું ધુણાવી રહ્યું છે. આઇએમએફે સંકટગ્રસ્‍ત દેશની મદદ માટે બચાવ ટુકડી મોકલવાનો પણ ઇન્‍કાર કરી દીધો છે. શહબાઝ શરીફ સરકારે આઇએમએફને સમીક્ષા પૂરી કરવા માટે એક ટીમ મોકલવાની અપીલ કરી હતી. અટકળો લગાવામાં આવી રહી હતી કે આઇએમએફે પાકિસ્‍તાનને આર્થિક સંકટને પહોંચી વળવા માટે આર્થિક મદદ કરી શકે છે પરંતુ આંતરરાષ્‍ટ્રીય સંસ્‍થાએ તેની અપીલને ફગાવી દીધી છે.

સૂત્રોના જણાવ્‍યા મુજબ સ્‍ટેટ બેંક ઓફ પાકિસ્‍તાનનું વિદેશ મુદ્રા ભંડોળ ઘટીને ૪.૩૪૩ બિલિયન ડોલરના નિમ્‍ન સ્‍તરે પહોંચી ચુકયું છે. પાકિસ્‍તાને ૨૦૧૯માં ૬ બિલિયન ડોલર બેલઆઉટ મેળવી લીધું હતું. જે આ વર્ષની શરૂઆતમાં ૧ બિલિયન ડોલરની સાથે ઉપર હતું.

(3:21 pm IST)