Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

ગુજરાતની ચૂંટણી ખૂબ શાંત અને સરળ રીતે પાર પાડવા બદલ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા સ્પેશ્યિલ એવોર્ડ જાહેર : ગુજરાતના ગૌરવ જેવા લો એન્ડ ઓર્ડર વડા શ્રી નરસિંહમા કોમાંરને રાષ્ટ્રપતિના હસ્તે રાષ્ટ્રીય લેવલનો વિશિષ્ઠ એવોર્ડ અર્પણ થયો

રાજકોટ : ગુજરાતમાં ધારાસભાની ખૂબ પડકારજનક ચૂંટણી, ખૂબ શાંત રીતે અને મોટી ઘટનાઓ બન્યા વગર પૂર્ણ થવાની અભૂતપૂર્વ ઘટનાની નોંધ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા લેવામાં આવી છે.

આનો યશ રાજ્યના લોએન્ડ ઓર્ડર વડા અને સીબીઆઈનો વિશાળ અનુભવ ધરાવતા શ્રી નરસિંહમા કોમારના  કુશળ નેતૃત્વને આપી તેમને રાષ્ટ્રીય લેવલનો સ્પેશ્યલ એવોર્ડ આપવામાં આવતા, ગુજરાત ગૌરવ જેવા આ અધિકારીની પસંદગીને કારણે પોલીસ તંત્ર અને તેમના વિશાળ શુભેચ્છકોમા હર્ષની લાગણી સાથે અભિનંદન વર્ષા અપરંપાર થઇ રહી છે.

(12:31 am IST)