Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

મહિલા IPL ટીમની થઇ હરાજી: અદાણીએ અમદાવાદ અને અંબાણીએ મુંબઇની ટીમ ખરીદી :BCCIને કરોડોની કમાણી

મહિલા આઇપીએલના મીડિયા રાઇટ્સ વાયકૉમ 18ને 950 કરોડ રૂપિયામાં વેચવામાં આવ્યા: BCCIને પાંચ ટીમમાંથી 4669.99 કરોડ રૂપિયા મળ્યા ;BCCIએ તમામ પાંચ ટીમને વેચી દીધી

મુંબઈ :મહિલા ઇન્ડિયન પ્રીમિયર લીગ (WIPL)ની પ્રથમ સીઝન જલ્દી શરૂ થવાની છે. પ્રથમ સીઝનમાં પાંચ ટીમ ભાગ લેશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ આ તમામ પાંચ ટીમને વેચી દીધી છે જેમાં બોર્ડને કરોડો રૂપિયાની કમાણી થઇ છે. BCCIને પાંચ ટીમમાંથી 4669.99 કરોડ રૂપિયા મળ્યા છે. આ જાણકારી બીસીસીઆઇ સચિવ જય શાહે ટ્વીટ કરીને આપી છે.

 પાંચ ટિમ કોણે કોણે ખરીદી તેની યાદી આ મુજબ છે

અદાણી સ્પોર્ટ્સ લાઇન PVT.LTD, અમદાવાદ- 1289 કરોડ રૂપિયા
ઇન્ડિયાવિન સ્પોર્ટ્સ PVT.LTD, રિલાયન્સ ગ્રુપ, મુંબઇ- 912.99 કરોડ
રોયલ ચેલેન્જર્સ સ્પોર્ટ્સ PVT.LTD, બેંગલુરૂ- 901 કરોડ
જેએસડબલ્યૂ જીએમઆર ક્રિકેટ PTV.LTD, દિલ્હી, 810 કરોડ
કૈપ્રી ગ્લોબલ હોલ્ડિંગ્સ PTV.LTD, લખનઉં, 757 કરોડ

 

BCCIએ મહિલા પ્રીમિયર લીગનો કાર્યક્રમ હજુ જાહેર કર્યો નથી પરંતુ રિપોર્ટ્સ અનુસાર આ ટૂર્નામેન્ટ આ વર્ષે 4થી 26 માર્ચ વચ્ચે રમાઇ શકે છે. આ પહેલા મહિલા આઇપીએલને લઇને ખેલાડીઓની હરાજી થશે.

પ્રથમ સીઝનમાં 22 મેચ રમાવાની શક્યતા છે. આ તમામ મેચ મુંબઇના બ્રેબૉર્ન સ્ટેડિયમ અને ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાઇ શકે છે. વાનખેડે સ્ટેડિયમને મેન્સ આઇપીએલ માટે ફ્રેશ રાખવામાં આવશે. આ ટૂર્નામેન્ટ 31 માર્ચથી એક એપ્રિલ સુધી થવાની શક્યતા છે.

 

પ્રથમ સીઝનમાં 22 મેચ રમાઇ શકે છે. આ તમામ મેચ મુંબઇમાં રમાશે. મહિલા આઇપીએલના મીડિયા રાઇટ્સ વાયકૉમ 18ને 950 કરોડ રૂપિયામાં વેચવામાં આવ્યા છે. મહિલા આઇપીએલમાં ખેલાડીઓ માટે ઇનામી રકમ 10 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવી છે જ્યારે ચેમ્પિયન ટીમને 6 કરોડ અને રનર્સઅપને 3 કરોડ રૂપિયા મળશે. ત્રીજા સ્થાન પર રહેનારી ટીમને એક કરોડ રૂપિયા આપવામાં આવશે.

(12:32 am IST)