Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

કોરોનાના નવા સ્ટ્રેન પે નજર રાખવી જરૂરી : રસી ચોક્કસપણે ગંભીર ચેપને રોકશે :.AIIMS ડાયરેક્ટર

રસી ડોઝની કિંમત ઉત્પાદકો અને હૉસ્પિટલો સાથે વાટાઘાટ બાદ કિંમત નક્કી કરાશે

નવી દિલ્હી : દેશમાં 1 માર્ચથી કોરોના રસીકરણના નિયમોમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. હવે 45 વર્ષથી વધુ ઉંમરના બીમાર લોકો પણ રસી લઇ શકશે. સરકારી હોસ્પિટલોમાં આ રસીકરણ મફત હશે, તો ખાનગી હોસ્પિટલોમાં પૈસા ચુકવવા પડશે. આવી સ્થિતિમાં લોકોમાં રસીના ખર્ચ અંગે પણ અટકળો કરવામાં આવી રહી છે. દરમિયાન, AIIMSના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ સંકેત આપ્યો છે કે, ખાનગી હોસ્પિટલોમાં પણ આ રસીના ભાવ વ્યાજબી રાખવામાં આવશે.રિપોર્ટ પ્રમાણે AIIMSના ડિરેક્ટરે કહ્યું છે કે ખાનગી હોસ્પિટલોમાં રસીના ખર્ચમાં જરૂરી ખર્ચ ઉમેરવામાં આવશે, જેથી હોસ્પિટલોને કોઈ નુકસાન ન પહોંચે.

આ પહેલા પણ આવું કોવિડ ટેસ્ટિંગના સંબંધમાં કરવામાં આવ્યું છે. આવું એ માટે કરવામાં આવ્યું હતુ કારણ કે કોવિડ ટેસ્ટિંગની કિંમતોનો દુરૂપયોગ ના થાય. રસીકરણના સંદર્ભમાં પણ આવું જ બનશે. ગુલેરિયાએ કહ્યું છે કે વર્તમાન રસી ચોક્કસપણે ગંભીર ચેપને અટકાવશે. તેમણે કોરોનાના નવા સ્ટ્રેનથી સંબંધિત મૃત્યુ દરની ચિંતા પર આ કહ્યું હતું. તેમણે કહ્યું કે અમારી પાસે જે વેક્સિન છે તેનો એફિકેસી રેટ 70, 80, 90 ટકા જેટલો છે. તેથી જો એફિેકેસી દરમાં થોડો ઘટાડો કરવામાં આવે તો પણ તે અસરકારક સાબિત થશે.

ગુલેરિયાએ કહ્યું કે, ચિંતા કરવાને બદલે આપણે પરિસ્થિતિને વધુ ઊંડાણપૂર્વક જોવાની અને નજર રાખવાની જરૂર છે. કોરોનાના બધા પ્રકારો પર નજર રાખવાની રહેશે. આ સાથે, આપણે નવા પ્રકારોને ધ્યાનમાં રાખીને પણ રસી બદલવાનું વિચારવું પડશે. આ અગાઉ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે, જેમને ખાનગી હોસ્પિટલોમાં રસી લેવાની ઇચ્છા હોય તેમણે પૈસા ચૂકવવા પડશે. તેમણે કહ્યું હતું કે આરોગ્ય મંત્રાલય રસી ડોઝની કિંમત ત્રણથી ચાર દિવસમાં નક્કી કરશે. ઉત્પાદકો અને હૉસ્પિટલો સાથે વાટાઘાટ બાદ કિંમત નક્કી કરવામાં આવશે.

(11:48 pm IST)