Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

પૂણેના કેફેમાં આવીને શું નહીં કરવું એની યાદી સોશ્યલ મીડિયામાં હિટ

પુણેના બાણેરમાં આવેલા એક ઇરાની કેફેનું મેનુ-કાર્ડ તેમાં લાગુ કરાયેલા ચિત્રવિચિત્ર પ્રતિબંધો માટે સોશ્યલ મીડિયા પર વાઇરલ થયું છે

પૂણે,તા. ૨૫: પુણેના બાણેરમાં આવેલા એક ઇરાની કેફેનું મેનુ-કાર્ડ તેમાં લાગુ કરાયેલા ચિત્રવિચિત્ર પ્રતિબંધો માટે સોશ્યલ મીડિયા પર વાઇરલ થયું છે. ઇરાની કેફેનું આ મેનુ-કાર્ડ ટ્વિટર પર પોસ્ટ કરાયું છે. પોતાના કેફેમાં આવનારા ગ્રાહકોને શું કરવા પર પ્રતિબંધ છે તેની એક લાંબી લચક યાદી છે, જેમાંની કેટલીક બાબતો ભવાં તંગ કરનારી તો વળી કેટલીક ચહેરા પર હાસ્યની લકીર રેલાવનારી છે. પ્રતિબંધની યાદીમાં સામાન્ય બાબતોને બાદ કરતાં મોટેથી વાત કરવા, ભાવતાલ કરવા, સટ્ટો કરવા, ખુરશી પર પગ ચઢાવીને બેસવા, સૂઈ જવા, મોબાઇલ ગેમ્સ રમવા, કેશિયર સાથે ફ્લર્ટ કરવા તેમ જ મફતની સલાહ માગવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ મેનુને અત્યાર સુધીમાં ૧૬૦૦ લાઇકસ મળી છે. નેટિઝન્સ આ મેનુ પર કમેન્ટ્સ કરી રહ્યાં છે.
 

(10:17 am IST)