Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

હાય હાય...આ મહિને ત્રીજીવાર રાંધણ ગેસના ભાવમાં વધારોઃ ફેબ્રુઆરીમાં જ ૧૦૦ રૂ. મોંઘો થયો બાટલો

પેટ્રોલ-ડીઝલના ભાવ શિખરે છે ત્યારે રાંધણ ગેસના ભાવમાં પણ ભડકોઃ આમ આદમીનો મરો

નવી દિલ્હી, તા. ૨૫ :. રાંધણ ગેસના બાટલામાં ફરી ભાવ વધારો થયો છે. આઈઓસીએ ફેબ્રુઆરીમાં જ ૧૪.૨ કિલોવાળા રાંધણ ગેસના બાટલાના ભાવમાં ત્રીજી વખત ભાવ વધારો કર્યો છે. આ પહેલા ૪ ફેબ્રુઆરી અને ૧૪ ફેબ્રુઆરીએ ભાવ વધાર્યા હતા.

ડીસેમ્બરમાં રાંધણ ગેસના ભાવમાં બે વખત ભાવ વધારો થયો હતો. ૧લી ડીસેમ્બરે ૫૯૪ રૂ.થી ભાવ વધી ૬૪૪ થયો હતો પછી ૧૫ ડીસે. ફરી ભાવ ૬૯૪ કરી દેવામાં આવ્યો હતો એટલે કે ૧ મહિનાની અંદર ૧૦૦ રૂ. વધી ગયા હતા પરંતુ જાન્યુઆરીમાં ભાવ નહોતા વધ્યા. એ વખતે ભાવ ૬૯૪ રૂ. જ હતો. ફેબ્રુઆરીની શરૂઆતમાં વધારો નહોતો થયો અને ૬૯૪ના જ ભાવે બાટલો મળતો હતો.

૪ ફેબ્રુઆરીએ ફરી ભાવ વધારી ૭૧૯ કરી દેવાયા હતા એટલે કે ૨૫ રૂ. વધી ગયા હતા અને એક વખત ફરી ૧૦ દિવસની અંદર ૫૦ રૂ. વધી ગયા આજે ફરી એક વખત ભાવ ૭૬૯ રૂ.થી વધી ૭૯૪ રૂ. કરી દેવામાં આવ્યા છે.

આજથી દિલ્હીમાં એલપીજીનો બાટલો ૭૯૪માં મળશે એટલે કે માત્ર ફેબ્રુઆરીમાં જ ૧૦૦ રૂ. ભાવ વધી ગયો છે. એલપીજીના ભાવ એવા સમયે વધ્યા છે જ્યારે ભારતમા પેટ્રોલનો ભાવ અત્યાર સુધીમાં ઉચ્ચતમ સ્તરે છે.

(10:19 am IST)