Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

સલમાન ખાન અંગેની અરજીની સુનાવણી હવે ૧૦મી માર્ચના થશે

જોધપુર તા. ૨૫: અહિની ગ્રામિણ અદાલતમાં ચાલી રહેલા બહુચર્ચીત કાળીયાર હરણના શિકારના મામાલામાં બોલીવૂડ અભિનેતા સલમાન ખાન દ્વારા રજૂ કરાયેલી અપિલની સુનાવણી ૧૦ માર્ચ સુધી ટાળી દેવામાં આવી છે. બુધવારે સલમાન ખાનના એડવોકેટ હસ્તીમલ સારસ્વતે હાજરી અંગે માફી પત્ર રજૂ કરીને કહ્યું હતું કે અભિનેતા શુટીંગ કાર્યમાં સતત વ્યસ્થ હોવાથી અદાલત સમક્ષ ઉપસ્થિત રહી શકવામાં અસમર્થ છે.

ન્યાયાધીક રાઘવેન્દ્ર કાછવાલે હાજરી માફી અરજી સ્વીકારીને હવે દસમી માર્ચના સુનાવણી થશે તેવો આદેશ આપ્યો હતો. સલમાનને આ કેસમાંથી મુકત કરવાની અપિલ પર સુનાવણી ચાલી રહી છે.

(11:01 am IST)