Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

ઇકવાડોરાની ૩ જેલોમાં કેદીઓ વચ્ચે ગેંગવોર : ૬૭ ના મોત

કવેટો,તા. ૨૫: દક્ષિણ અમેરિકા ખંડના ઇકવાડોર દેશની જેલમાં કેદીઓ વચ્ચે ભયાનક ગેંગવોર થતા ૬૭ કેદીઓના મોત થયા હતા. આ ઘટનામાં દ્યાયલ થયેલા સેંકડો કેદીઓને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. નવાઇની વાત તો એ છે કે ગુઆયસ,અજૂઆય અને કોટોપાકસી એમ ત્રણ જેલોમાં એક સાથે બે જૂથના કેદીઓ વચ્ચે ગેંગવોર શરુ થયું હતું. આ ઉપરાંત પોર્ટ સિટી ગણાતા ગુઆયાકિલના કસ્ટડી સેન્ટરમાં ઓછામાં ઓછા ૮ લોકોના મોત થયા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર કેદીઓ વચ્ચે જેલ સુધારણા કેન્દ્રમાં ફાટી નિકળેલી લડાઇ પછી પરીસ્થિતિ નિયંત્રણમાં છે. એક વોર્ડમાં પુરાયેલા કેદીઓ બીજા વોર્ડમાં જઇને હિંસા પર ઉતરી આવ્યા હતા. આ હિંસાને બહારથી પણ મદદ અને સમર્થન મળેલું હોવાની શકયતા છે. કાનુંન અને ન્યાયતંત્ર ખૂબ સર્તક હોવાથી લેટિન અમેરિકી દેશ ઇકવાડોરની જેલો કેદીઓથી ઉભરાય છે. આથી અગાઉ પણ જેલમાં ગેંગવોર ફાટી નિકળવાની ઘટનાઓ બની હતી. આ હિંસાનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરસ થયેલો જોવા મળે છે. ઇકવાડોરના રાષ્ટ્રપતિ લેનીન મોરેનોએ આ દ્યટનાને ખૂબજ ગંભીરતાથી લીધી છે. ટ્વિટર પર તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ હિંસાને ગુનાખોરી સાથે સંકળાયેલા બે જુથોએ અંજામ આપ્યો છે.

(11:02 am IST)