Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

' ટૂલકિટ કેસ ' : ખેડૂત આંદોલન સંદર્ભે શાંતનુ મુલુક વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદમાં 9 માર્ચ સુધી સુનાવણી સ્થગિત : આગોતરા જામીન અરજીનો વિગતવાર જવાબ આપવા માટે માંગેલી મુદત દિલ્હી કોર્ટએ મંજુર કરી

ન્યુદિલ્હી : ટૂલકિટ કેસમાં ખેડૂત આંદોલન સંદર્ભે શાંતનુ મુલુક વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદમાં 9 માર્ચ સુધી સુનાવણી સ્થગિત કરાઈ છે.શાંતનુ મુલુકે કરેલી આગોતરા જામીન અરજી સંદર્ભે વિગતવાર જવાબ આપવા માટે તેણે માંગેલી 7 દિવસની મુદત  દિલ્હી કોર્ટએ મંજુર કરી છે.ત્યાંસુધી તેના ઉપર કોઈપણ પ્રકારના દબાણયુક્ત પગલાં નહીં  લેવાની સૂચના આપી છે.તથા તેના વચગાળાના રક્ષણમાં વધારો કરાયો છે.

 ટૂલકીટ કેસમાં ચાલી રહેલી તપાસ દરમિયાન, "વિરોધાભાસી જવાબો" મળ્યા હતા, જે અંગે વધુ ખુલાસો કરવાની જરૂર જણાઈ હતી.આ દરમિયાન, મુલુક વિરુદ્ધ કોઈ કડક  પગલા લેવામાં આવશે નહીં.

કોર્ટ સમક્ષની  જામીન અરજીમાં, મુલુકે જણાવ્યું હતું કે ટૂલકિટમાં હિંસા અથવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટેના કોઈપણ ફોનકોલ નથી.તેણે ખુલાસો કરતા જણાવ્યું હતું કે  ટૂલકિટ એ ખેડૂતોના વિરોધ વિશેની માહિતી પ્રદર્શિત કરવા માટેનું એક માધ્યમ  હતું અને  ખાલિસ્તાની ગ્રુપ સાથે તેનો કોઈ સંબંધ નથી.

ઉલ્લેખનીય છે કે ટૂલકિટ કેસ મામલે ગયા સપ્તાહમાં દિશા રવીના જામીન કોર્ટએ મંજુર કર્યા હતા.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(12:11 pm IST)