Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

૨૦૨૧માં પ્રોપર્ટીની કિંમતો વધશે

૨૦ ટકા અમીર ભારતીયોએ નવું ઘર ખરીદવાની બનાવી યોજના

નવી દિલ્હી,તા. ૨૫: ગયા વર્ષે કોરોના મહામારીના લીધે રિયલ એસ્ટેટને અસર થઇ હતી. જો કે કોરોનાના કારણે લોકોના વહેવારમાં ફેરફાર આવ્યા છે. એક રિપોર્ટ અનુસાર, દેશના લગભગ ૨૦ ટકા અતિ ધનવાન લોકો આ વર્ષે નવું ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છે. ગયા વર્ષે આવા લોકોની સંખ્યા ફકત ૧૦ ટકા  હતી. આ ઉપરાંત અલ્ટ્રા રિચ ભારતીયો માટે રોકાણ માટેનું પસંદગીનું સ્થળ ભારત છે અને ત્યાર પછી જ અમેરિકા, બ્રિટન, સિંગાપુર અને યુએઇ છે. વૈશ્વિક સ્તરે વાત કરીએ તો લગભગ ૨૬ ટકા અતિ ધનવાન લોકો ૨૦૨૧માં ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છે. નાઇટ ફ્રેકના 'ધ વેલ્થ રિપોર્ટ -૨૦૨૧' અનુસાર, વૈશ્વિક સ્તરે મુખ્ય દેશોમાં આ માંગના કારણે ઘરોની કિંમતમાં ૭ ટકાનો વધારો થઇ શકે છે. આ ઉપરાંત નાઇટ ફ્રેકના સર્વે અનુસાર,૪૧ ટકા અલ્ટ્રા રિચ ભારતીયો રિસોર્ટસ દરિયાકાંઠાના વિસ્તારમાં નવું ઘર ખરીદી શકે છે.

(12:41 pm IST)