Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

ફેબ્રુઆરીમાં જીએસટી કલેકશન ૧ લાખ કરોડથી વધારે રહેવાની આશા

નવી દિલ્હી,તા. ૨૫: ૨૦૧૭માં જીએસટી લોંચ થયા પછી ચાલુ વર્ષે સતત પાંચમા મહિને ફેબ્રુઆરીમાં પણ જીએસટી કલેકશન ૧ લાખ કરોડની ઉપર જવાની  આશા છે. ફેબ્રુઆરીના પહેલા ૩ અઠવાડીયમાં જનરેટ થયેલા ઇ-વે બીલના આધાર એવી આશા વ્યકત કરાઇ રહી છે કે ગયા વર્ષેના ફેબ્રુઆરી મહિનાના જીએસટી કલેકશન ૧.૦૫ લાખ કરોડ રૂપિયા કરતા પણ ફેબ્રુઆરીમાં કલેકશન વધારે થઇ શકે છે. તેવું બે અધિકારીઓએ પોતાની ઓળખ જાહેર ન કરવાની શરતે કહ્યું હતું.

(12:41 pm IST)