Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

શેરબજારની ફાટફાટ તેજીમાં ન્યુરેકાલિમીટેડનું જબરૂ લીસ્ટીંગ : રોકાણકારોને બખ્ખા : ૬૦ ટકાનું તોતીંગ વળતર

રીટેઇલમાં આ IPO ૩૧ ગણો ભરાયો હતો : કાલે ''રેઇલટેલ''નું લીસ્ટીંગ

રાજકોટ તા..૨૫ :  આજે ન્યુરેકા લિમિટેડનુ BSE અને NSE એમ બન્ને એકસચેન્જમા લિસ્ટિંગ હતુ. NSEમા ૬૧૫ ના ભાવે લિસ્ટિંગ થયુ છે. જ્યારે BSEમા ૬૩૪.૯૫ના ભાવે લિસ્ટિંગ થયુ છે. શેર ૪૦૦ના ભાવથી આપ્યો છે. આમ રોકાણકારોને ૫૦ થી ૬૦ ટકાનુ વળતર ૬ થી ૧૦ દિવસના ટૂંકા ગાળાના રોકાણથી મળ્યું છે. જોકે IPO મલ્ટીપલ ટાઈમ ભરાયો હતો. રીટેઇલમા IPO ૩૧ ગણો ભરાયો હતો. જ્યારે HNI કવોટામાં IPO ૩૧ ગણો ભરાયો હતો. આવતીકાલે RAILTELનુ લિસ્ટિંગ થશે તેમા પણ સારા ભાવે લિસ્ટિંગની શક્યતા છે. IPO માર્કેટમા ફરી એક વખત તેજીના મંડાણ થયા છે. રોકાણકારોમા ખુશીનો માહોલ છવાઇ ગયો છે. IPO ભરવા શેર દલાલો ને ત્યા લાઈનો લાગી રહી છે.

(3:14 pm IST)