Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

મોટ્ટો ખળભળાટ - રિલાયન્સના સર્વેસર્વા મુકેશ અંબાણીના મુંબઇ સ્થિત એન્ટેલિયા નિવાસસ્થાનની બહાર સ્કોર્પિયો કારમાંથી 25 જીલેટાઇન સ્ટીક મળી આવી : પોલીસ અને બૉમ્બ સ્ક્વોડ ઘટના સ્થળે પહોંચ્યા

સૂત્રોનું કહેવું છે કે કારમાંથી મળેલી એક ચિઠ્ઠી માં લખાયેલું છે કે "જો અમે કંઈ કરવા માંગતા હોય તો અમે કંઈ પણ કરી શકીએ" : સ્કોર્પિયો ત્યાં કેવી રીતે પહોચી તેની ચાલી રહી છે તપાસ

મુંબઇ: રિલાયન્સના સર્વેસર્વા મુકેશ અંબાણીના મુંબઇ સ્થિત એન્ટેલિયા નિવાસસ્થાનની બહાર સ્કોર્પિયો કારમાંથી 25 જીલેટાઇન સ્ટીક મળી આવતા મોટ્ટો ખળભળાટ સર્જાયો છે. મુકેશ અંબાણીના બંગલા એન્ટિલિયીની બહાર એક બિન વારસી કાર મળ્યા બાદ તેમના ખાનગી સુરક્ષા અધિકારીઓ સક્રિય થઇ ગયા હતા અને તેમણે રસ્તાને બ્લોક કરી દીધો હતો.

બનાવની જાણ પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કોર્ડને કરવામાં આવતા તે ઘટનાસ્થળે દોડી આવ્યા હતી અને કારની તપાસ હાથ ધરી હતી. કારમાં એક બેગ મળી હતી જેની તપાસ કરતા તેમાંથી 25 વિસ્ફોટક જિલેટિન સ્ટિક મળી આવી હતી. બિનઆધારભૂતસૂત્રોનું કહેવું છે કે કારમાંથી મળેલી એક ચિઠ્ઠી માં લખાયેલું છે કે "જો અમે કંઈ કરવા માંગતા હોય તો અમે કંઈ પણ કરી શકીએ"

પોલીસ અધિકારીઓએ જણાવ્યુ છે કે બિન વારસી કારમાં ખોટી નંબર પ્લેટ લાગેલી હતી. જે બાદ તેને લઇને શક થયો હતો. ચેકિંગ બાદ ટ્રાફિક પોલીસની ગાડી, સ્કોર્પિયો ને ટો કરીને લઇ ગઇ હતી. જોકે, ગાડી ત્યા કેવી રીતે પહોચી તેની તપાસ ચાલી રહી છે.

(8:47 pm IST)