Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

ટ્રેક્ટર રેલીથી લૂંટારૂઓને ભગાડવાનો આશય : ભારતીય કિસાન યુનિયન નેતા રાકેશ ટિકૈત

ખેડૂતોની ટ્રેક્ટર માર્ચ પર ફરી ચર્ચા શરૂ થઈ ગઈ : લખવા સિધાનાને જાણતા નહીં હોવાનો અને લાલ કિલા પરની હિંસાનેે નવા કાયદાને કોઈ સબંધ ન હોવાનો દાવો

નવી દિલ્હી, તા. ૨૫ : નવા કૃષિ કાયદાઓ સામે ખેડૂતોનુ આંદોલન ચાલુ છે.દરમિયાન ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે ફરી દિલ્હીમાં ટ્રેકટર માર્ચ કરવાની જાહેરાત કરી છે અને તેને લઈને ફરી ચર્ચા શરૂ થઈ ગઈ છે.

ટિકૈતે બે દિવસ પહેલાં કહ્યું હતું કે, દિલ્હીમાં ૪૦ લાખ ટ્રેકટરો લઈને ખેડૂતો ઉમટી પડશે.તેનાથી હિંસા થવાની શક્યતા પર  ટિકૈતે કહ્યુ હતુ કે, હિંસાનો સવાલ થી.જો ખેડૂત ટ્રેક્ટર ખેતરમાં ચલાવે અને અનાજ ઉગાડે તો તે હિંસા નથી અને જો તે રસ્તા પર ટ્રેકટર ચલાવે તો હિંસા થઈ જશે? તેના કરતા તો ટ્રેક્ટર પર પ્રતિબંધ કેમ નથી મુકી દેતા.

તેમણે સરકારને પડકાર ફેકંતા કહ્યુ હતુ કે, દિલ્હીની સરકાર કાન ખોલીને સાંભળી  કે ટ્રેકટર પણ એજ  છે અને ખેડૂતો પણ છે.દિલ્હીમાં મોટી મોટી કંપનીઓના લૂંટારૂ આવી ગયા છે અને તેમને ભગાડવા પડશે, લોકોએ દેશના ખેડૂતોની ઉપજની લૂંટ ચલાવી છે.એમએસપી પર સરકાર કાયદો બનાવે અને તેનાથી ઓછી કિંમત પર કોઈન ખેડૂતો પાસેથી ખરીદી કરવાની પરવાનગી હોવી જોઈએ નહી.

તેમણે કહ્યું હતું કે, લાલ કિલા પર હિંસાના આરોપી લખવા સિધાનાને હું જાણતો નથી.લાલ કિલા પર જે હિંસા થઈ હતી તેને અ્ને નવા કાયદાને કોઈ સબંધ નથી. જેમણે લાલ કિલ્લા પર ઝંડો ફરકાવ્યો હતો તેમની સામે કાર્યવાહી થશે. સરકાર મહિનાથી આંદોલન કરી રહ્યા છે પણ એમએસપી પર કાયદો બનાવી રહી નથી.

(9:13 pm IST)