Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

ભાજપના ધારાસભ્ય વિજેન્દર ગુપ્તાને દિલ્હી કોર્ટમાંથી રાહત: હવે વિધાનસભાની કાર્યવાહીમાં ભાગ લઈ શકશે

કોર્ટે વિજેન્દર ગુપ્તાને ગૃહની ગરિમા જાળવી રાખવાની સલાહ પણ આપી

નવી દિલ્હી : ભાજપના ધારાસભ્ય વિજેન્દર ગુપ્તાને દિલ્હી હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. દિલ્હી હાઈકોર્ટે વિજેન્દર ગુપ્તાને વિધાનસભાની કાર્યવાહીમાં ભાગ લેવાની મંજૂરી આપી છે. આ સાથે કોર્ટે વિજેન્દર ગુપ્તાને ગૃહની ગરિમા જાળવી રાખવાની સલાહ પણ આપી છે. વિજેન્દર ગુપ્તાએ દિલ્હી વિધાનસભામાંથી 1 વર્ષ માટે સસ્પેન્શનના પ્રસ્તાવને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો હતો.

(12:50 am IST)