Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં 4,0ની તીવ્રતાનો ભૂકંપ :ત્રણ દિવસમાં બીજી વખત ધરતી ધ્રુજી

ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિમી દૂર ગ્વાલિયરથી 28 કિમી દૂર

મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર આંચકાની તીવ્રતા 4.0 હતી. કહેવામાં આવી રહ્યું છે કે ભૂકંપ સવારે 10: 31 વાગ્યે આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિમી દૂર ગ્વાલિયરથી 28 કિમી દૂર હતું. બીજી તરફ છત્તીસગઢના અંબિકાપુર સહિત આસપાસના વિસ્તારોમાં સવારે 10.39 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેનું કેન્દ્ર સૂરજપુરના ભાટગાંવથી 11 કિમી દૂર હોવાનું કહેવાય છે.

(12:54 am IST)