Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

બિગબ્‍લોક કન્‍સ્‍ટ્રક્‍શન લિમિટેડે વાર્ષિક પાંચ લાખ ક્‍યુબિક મીટરની ક્ષમતા ધરાવતા એએસી બ્‍લોક્‍સ પ્‍લાન્‍ટ પર ટ્રાયલ રન શરૂ કર્યું

જયારે પ્‍લાન્‍ટ પૂર્ણ ક્ષમતા પર ચાલશે ત્‍યારે રૂ. ૨૦૦ કરોડ પ્રતિ વર્ષની આવક થવાની ધારણા

મુંબઇ તા. ૨૫ : એરેટેડ ઓટોક્‍લેવ્‍ડ કોંક્રિટ (એએસી) બ્‍લોક્‍સ, ઈંટો અને પેનલ્‍સના ભારતની સૌથી મોટી ઉત્‍પાદકોમાંની એક બિગબ્‍લોક કન્‍સ્‍ટ્રક્‍શન લિમિટેડે જાહેરાત કરી છે કે તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની - બિગબ્‍લોક બિલ્‍ડિંગ એલિમેન્‍ટ્‍સ પ્રાઈવેટ લિમિટેડે મહારાષ્ટ્રના પાલઘરમાં વાડા ખાતેના એએસી બ્‍લોક્‍સના ગ્રીનફિલ્‍ડ પ્રોજેક્‍ટ માટે મશીનરીનો ટ્રાયલ રન શરૂ કર્યો છે. પ્‍લાન્‍ટમાંથી વાણિજિયક ઉત્‍પાદન માર્ચ ૨૦૨૩ ના અંત સુધીમાં શરૂ થવાની ધારણા છે. જયારે પ્‍લાન્‍ટ પૂર્ણ ક્ષમતા પર ચાલશે ત્‍યારે રૂ. ૨૦૦ કરોડ પ્રતિ વર્ષની આવક થવાની ધારણા છે.

કંપનીએ એએસી બ્‍લોક્‍સના ઉત્‍પાદન માટે મહારાષ્ટ્રના વાડા ખાતે વાર્ષિક ૫ લાખ ક્‍યુબિક મીટર પ્‍લાન્‍ટ સ્‍થાપવા માટે કુલ મૂડીરોકાણ આશરે રૂ. ૬૫ કરોડ હોવાનો અંદાજ કર્યો છે. કંપનીએ પ્રથમ તબક્કાની કોમર્શિયલકામગીરી માટે અત્‍યાર સુધીમાં પ્રોજેક્‍ટમાં રૂ.  ૪૮ કરોડ રોકાણ કર્યું છે. કંપની આ પ્રોજેક્‍ટ માટે રાજય સરકાર તરફથી ૬૦% સબસિડી માટે પાત્ર છે અને વાડા પ્રોજેક્‍ટમાંથી વાર્ષિક ૧ લાખ યુનિટ કાર્બન ક્રેડિટ જનરેટ કરવાની અપેક્ષા રાખે છે. (એટલે     કે એક કાર્બન ક્રેડિટ ૧ ટન CO2eનું પ્રતિનિધિત્‍વ કરે છે જે સંસ્‍થાને ઉત્‍સર્જન કરવાની મંજૂરી છે).

(11:02 am IST)