Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

કોંગ્રેસનું ‘ડરો મત' કેમ્‍પેઇન શરૂ : સોમવારથી ઉગ્ર આંદોલન

રાહુલને સજા મળતા કોંગ્રેસ લાલઘુમ : ટવીટ્‍ર - ફેસબુક - ઇન્‍સ્‍ટાગ્રામ પર પ્રચાર : ‘ડરો મત' ફોટાને કોંગીજનોએ પ્રોફાઇલ ફોટો બનાવ્‍યો : મોદી સરકાર વિરૂધ્‍ધ આર યા પારની લડાઇ લડવા ફુંકાયું રણશિંગુ : ગામે ગામ - શહેરોમાં બંધારણને બચાવો આંદોલન કરશે

નવી દિલ્‍હી તા. ૨૫ : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સંસદની સદસ્‍યતા રદ કરવાના વિરોધમાં કોંગ્રેસે સોમવારથી બંધારણ બચાવો આંદોલનની જાહેરાત કરી છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે જણાવ્‍યું કે બ્‍લોક, તહસીલ, જિલ્લા સ્‍તરથી લઈને રાજધાની સુધી આંદોલન કરવામાં આવશે. તેમણે કહ્યું- અદાણી કૌભાંડ સામે અવાજ ઉઠાવવા બદલ રાહુલ ગાંધીને નિશાન બનાવવામાં આવ્‍યા છે.

૭ ફેબ્રુઆરીએ રાહુલે અદાણી મુદ્દે સંસદમાં ભાષણ આપ્‍યું હતું. સુરત કોર્ટમાં ૨૭ ફેબ્રુઆરીએ સુનાવણી શરૂ થઈ હતી અને ૨૩ માર્ચે સજાની જાહેરાત કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે આંદોલનની જવાબદારી સોંપવા માટે સમિતિઓની રચના કરવામાં આવશે. શુક્રવારે સાંજે કોંગ્રેસ મુખ્‍યાલયમાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્‍યો હતો. આ બેઠકમાં સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, કોંગ્રેસ અધ્‍યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાજસ્‍થાનના મુખ્‍યમંત્રી અશોક ગેહલોત હાજર હતા.

કોંગ્રેસના નેતા અને સાંસદ રાહુલ ગાંધીને સુરતની કોર્ટે માનહાનિના કેસમાં બે વર્ષની સજા ફટકારી છે. રાહુલની સજા બાદ જોરશોરથી રાજકારણ થઈ રહ્યું છે. કોંગ્રેસના કાર્યકરો રસ્‍તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ બધાની વચ્‍ચે કોંગ્રેસે પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્‍ટ પર પ્રોફાઈલ ફોટો બદલ્‍યો છે. આ સાથે કોંગ્રેસના ઘણા નેતાઓ અને કાર્યકર્તાઓએ પણ આ ફોટો પોતાની પ્રોફાઇલ પર લગાવ્‍યો છે. કોંગ્રેસે ટ્‍વિટર, ફેસબુક અને ઇન્‍સ્‍ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ પર તેના સત્તાવાર એકાઉન્‍ટ્‍સમાં એક નવો પ્રોફાઇલ ફોટો મૂક્‍યો છે. આ ફોટો રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા દરમિયાન લેવામાં આવ્‍યો છે, જેના પર લખ્‍યું છે- ડરો મત' !

બેઠક બાદ પ્રિયંકા ગાંધીએ કહ્યું- અમારી નસોમાં શહીદોનું લોહી છે, જે આ દેશ માટે વહાવવામાં આવ્‍યું છે. અમે સખત લડાઈ કરીશું, અમે ડરવાના નથી. રાહુલ ગાંધીએ અદાણી-મોદી સંબંધો પર સવાલ ઉઠાવ્‍યા હતા. સરકાર આનો જવાબ આપવા માંગતી નથી. રાહુલ સામેની કાર્યવાહી આ પ્રશ્નનું પરિણામ છે.

અહીં, રાહુલ ગાંધીના સમર્થનમાં, પાર્ટીએ સોશિયલ મીડિયા પર ડરો મત' અભિયાન શરૂ કર્યું છે. તેને પાર્ટીના ટ્‍વિટર હેન્‍ડલ પર પણ પોસ્‍ટ કરવામાં આવ્‍યો છે. પાર્ટીના કાર્યકરો તેને વહેંચી રહ્યા છે. આ સિવાય પાર્ટીના પ્રદર્શનોમાં બેનરો અને પોસ્‍ટરો પર પણ આ સ્‍લોગનનો ઉપયોગ મુખ્‍ય રીતે કરવામાં આવી રહ્યો છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મનની કેસમાં બે વર્ષની સજા સંભળાવ્‍યા બાદ તેની સંસદસભ્‍યતા ગઈકાલે રદ્દ કરવામાં આવી. આ મુદ્દે આગળની રણનીતિ નક્કી કરવા માટે કોંગ્રેસે બેઠક બોલાવી હતી. દિલ્‍હીમાં AICC મુખ્‍યાલયમાં કોંગ્રેસ અધ્‍યક્ષ મલ્લિકાર્જુન ખડગેનીઅધ્‍યક્ષતા અને સિપીપી ચેરપર્સન સોનિયા ગાંધીનીહાજરીમાં પ્રદેશ અધ્‍યક્ષો, સીએલપીનેતાઓ સહિત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓની બેઠક કરવામાં આવી.રાહુલ ગાંધીનીસંસદનારૂપે અયોગ્‍યતા અને અદાનીમુદ્દે જેપીસીની તપાસની માંગ અંગે કોંગ્રેસ મુખ્‍યાલયમાં કોંગ્રેસ નેતાઓએ બેઠક કરી. આ બેઠકમાં ૪૦ સભ્‍ય હાજર રહ્યા અને બાકી સભ્‍ય વિડીયો કોન્‍ફેરન્‍સ દ્વારા જોડાયા.

કોંગ્રેસનીઆ ઇમરજન્‍સી બેઠકમાં સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અને રાષ્ટ્રીય અધ્‍યક્ષ મલ્લિકાર્જુનખડગે હાજર રહ્યા. આ બેઠકમાં કેસી વેણુ ગોપાલ, જયરામ રમેશ, રાજીવ શુક્‍લા, અંબિકા સોની, બંસલ પણ ઉપસ્‍થિત હતા.કોંગ્રેસની બેઠક બાદ જયરામ રમેશે કહ્યું કે દેશભરમાં જઈને કહીશ કે મોદી સરકાર વિરૂધ્‍ધ અવાજ ઉઠાવામાટે રાહુલ ગાંધીને જાણી જોઈને અયોગ્‍ય જાહેર કરવામાં આવ્‍યા છે. કોંગ્રેસના મીડિયા વિભાગના પ્રમુખેબેઠક વિશે કહ્યું કે અમે અમે મોદી સરકાર વિરૂધ્‍ધઅવાજ ઉઠાવશું. ભારત જોડો યાત્રાથી બીજેપી પરેશાન છે. બીજી બાજુ બેઠકમાં આગળની રણનીતિ અને સંગઠન પર ચર્ચા કરવામાં આવી વધુમાં ઉમેર્યું કે રાહુલનેનિશાન બનાવામાંઆવી રહ્યા છે.

જયરામ રમેશે કહ્યું કે, અમે એક જનઆંદોલનના રૂપે આગળ લઇ જઈશું. હાથ સે હાથ જોડો' અભિયાનની સાથે રાહુલ ગાંધીની અયોગ્‍યતા અંગે જનચેતના કાર્યક્રમ, સંવિધાન બચાવો, કાર્યક્રમ અભિયાન ચાલવામાં આવશે. આ કાર્યક્રમ સોમવારેશરૂ થશે. બીજી બાજુ રાહુલ ગાંધીના સમર્થનમાં પક્ષે સોશ્‍યલ મીડિયા પર ડરોમત કેમપેઇનશરૂ કર્યું. પક્ષના ટ્‍વીટર હેંડલ પર લગાવામાં આવ્‍યું છે. પક્ષના કાર્યકરતાતેને શેર કરી રહ્યા છે.

આ ઉપરાંત પક્ષના પ્રદર્શનોમાં પણ આ નારાને બેનર-પોસ્‍ટર. જયરામ રમેશે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી દેશભરમાં આ મુદ્દોલઈને જશે કે રાહુલ ગાંધીની સંસદસભ્‍યતા જાણીજોઈને ખત્‍મકરવામાં આવી છે. તેના ત્રણ મુખ્‍ય કારણ છે રાહુલનેમોદી સરકારની નીતિઓ વિરૂધ્‍ધ અવાજ ઉઠાવી ભારત જોડો યાત્રાની સફળતાથી બીજેપી ગભરાયેલી છે. રાહુલઅદાણી કૌભાંડ પર બોલી રહ્યા છે.

 

(10:59 am IST)