Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

કાઉ બેઝડ ઇકોનોમી અંગે વેબીનાર

 મધ્‍યપ્રદેશના જીવાજી વિશ્વવિદ્યાલયના લાયબ્રેરી વિભાગ દ્વારા રાષ્‍ટ્રીય સ્‍તરે ‘કાઉ બેઝડ ઇકોનોમી' પર વેબીનાર યોજવામાં આવ્‍યો હતો. જેમાં ભારત સરકારના કામધેનુ આયોગના પૂર્વ અધ્‍યક્ષ ડો. વલ્લભભાઇ કથીરિયાએ ભાગ લઇ માર્ગદર્શન પુરૂ પાડયુ હતુ. ગાયોના સંવર્ધન માટે શ્રેષ્‍ઠ સાંઢો તૈયાર કરવા અને સેકસ્‍ડ સીમેન ટેકનોલોજી વિકસાવવા અંગે છણાવટ કરી હતી. સમગ્ર વેબીનારનું સંચાલન જીવાજી વિશ્વવિદ્યાલય લાયબ્રેરી વિભાગના શ્રી રાધાકૃષ્‍ણ અને શ્રી પ્રિયંકાસિંહે સંભાળ્‍યુ હતુ. વિદ્યાર્થીઓએ પણ વેબીનારમાં ઉત્‍સાહભેર જોડાઇ માર્ગદર્શન મેળવ્‍યુ હતુ.

(4:49 pm IST)