Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

દેશના 23 રાજ્યમાં રહેલી કોંગ્રેસની સંપતિની તમામ જવાબદારી ગુજરાતના સિનિયર નેતા નિલેશ પટેલને સોંપાઈ

કોંગ્રેસે વધુ એક ગુજરાતી નેતાને સોંપી મોટી જવાબદારી: AICCએ પ્રથમ વખત સંપત્તિ વિભાગની કરી છે રચના

નવી દિલ્હી :વધુ એક ગુજરાતી નેતાને કોંગ્રેસ પક્ષમાં મહત્વની અને મોટી ગણાતી જવાબદારી સોંપવામાં આવી છે. AICC દ્વારા દેશના 23 રાજ્યમાં રહેલી કોંગ્રેસની સંપતિની તમામ જવાબદારી કોંગ્રેસના સિનિયર અગ્રણી નિલેશ પટેલને શિરે મુકવામાં આવી છે. દેશમાં પ્રથમ વખત કોંગ્રેસ દ્વારા શરૂ કરાયેલા આ વિભાગનું સીધો કારોભાર નીલેશ પટેલને સોંપાયો છે. 

રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ દ્વારા દેશમાં પ્રથમ વખત સંપત્તિ વિભાની રચના કરવામાં આવી છે. ત્યારે નવતર પ્રયોગના ભાગરૂપે ઉભા કરાયેલા આ સંપતિ વિભાગના વડા ગુજરાતના નિલેશ પટેલને બનાવવામાં આવ્યા છે. આથી હવે દેશભરના 23 રાજ્યોમાં કોંગ્રેસની જેટલી પણ અસ્ક્યામતના આવેલી છે. જેનો રખરખાવ અને કાયદાકીય કાર્યવાહી નીલેશ પટેલના નેતૃત્વ હેઠળ કરવામાં આવશે. અત્રે નોંધનિય છે કે, આ અગાઉ નીલેશ પટેલ ગુજરાત રાજ્યના કોંગ્રેસના સંપત્તિ વિભાગની જવાબદારી વહન કરી ચૂક્યા છે. ત્યાર બાદ ગયા વર્ષે તેમને કોંગ્રેસ દ્વારા વધુ 6 રાજ્યની સંપતિનો હવાલો પણ સોંપવામાં આવ્યો હતો. જે તમામ જવાબદારી યશસ્વી રીતે નિભાવ્યા બાદ તેની પાસે આ મામલે પૂરતો અનુભવ અને કુશળ જ્ઞાન છે. ત્યારે ફરી એક વખત તેમની કામગીરીની કદર કરી આ મોટી જવાબદારી સોંપવામાં આવી છે.  

  અત્રે ઉલ્લેખનીય છે કે, નીલેશ પટેલને ગુજરાત સહિત 23 રાજ્યોની કોંગ્રેસની અસ્ક્યામત પર અન્ય કોઇનો કબજો હોય તો કાયદાકીય લડત આપી સંપતિ પર કોંગ્રેસને ફરી કબજો અપાવવો અને સંપતિની સંભાળ રાખવાની ફરજ સોંપાઈ છે.  દેશભરમાં કોંગ્રેસની જ્યાં પણ સંપતિ આવેલી છે તેમાંની મોટાભાગની મિલકત કાનૂની કાર્યવાહી હેઠળ લોચામાં હોવાની પણ માહિતી મળી રહી છે. ગુજરાત સહિત અન્ય રાજ્યમાં કોંગ્રેસની સંપતિ પોતાની હોવાના અલગ અલગ ટ્રસ્ટ અને વ્યક્તિઓ દ્વારા કોર્ટમાં દાવા ચાલી રહ્યા છે. ત્યારે કોંગ્રેસની જે પણ મિલકત છે તેની સાર સંભાળ રાખવી અને કાયદાકીય ગૂંચમાં રહેલી મિલકતોની ગૂંચ ઉકેલવી તે અંગે નિલેશ પટેલને જવાબદારી સોંપાઈ છે. 

 

(8:43 pm IST)