Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

રવિન્દ્ર જાડેજા ફરી એકવાર ટેસ્ટ રેન્કિંગમાં નંબર-1 ઓલરાઉન્ડર:અશ્વિન બીજા સ્થાને

ICC ટેસ્ટ રેંકિંગ જાહેર : બેટ્સમેનોની રેન્કિંગમાં કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલીને પણ ટોપ-10માં સ્થાન

મુંબઈ :ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની પ્લેઓફ મેચો હાલમાં ભારતમાં ચાલી રહી છે, તે દરમિયાન ICCએ  રેન્કિંગની જાહેરાત કરી છે . (ICC ટેસ્ટ રેન્કિંગ) ભારતનો સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ફરી એકવાર ટેસ્ટ રેન્કિંગમાં નંબર-1 ઓલરાઉન્ડર બની ગયો છે, જ્યારે રવિચંદ્રન અશ્વિન નંબર-2 પર છે. બેટ્સમેનોની રેન્કિંગમાં કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી પણ ટોપ-10માં છે.

રવિન્દ્ર જાડેજા હાલમાં વિશ્વનો નંબર 1 ટેસ્ટ ઓલરાઉન્ડર છે, તેના 385 પોઈન્ટ છે. તેના પછી રવિચંદ્રન અશ્વિન છે, જેમના 341 પોઈન્ટ છે. IPLમાં રમી રહેલ જેસન હોલ્ડર ત્રીજા નંબર પર છે, જેના 336 પોઈન્ટ છે.

ટોચના 5 ટેસ્ટ ઓલરાઉન્ડર
1. રવિન્દ્ર જાડેજા
2. રવિચંદ્રન અશ્વિન
3. જેસન હોલ્ડર
4. શાકિબ અલ હસન
5. બેન સ્ટોક્સ

ઓલરાઉન્ડર ઉપરાંત બોલરોની રેન્કિંગ મુજબ ટોપ-5માં પાંચ ભારતીય, નંબર-2 પર રવિચંદ્રન અશ્વિન અને નંબર-3 પર જસપ્રિત બુમરાહ છે.

ટોચના 5 ટેસ્ટ બોલર
1. પેટ કમિન્સ
2. રવિચંદ્રન અશ્વિન
3. જસપ્રિત બુમરાહ
4. શાહીન આફ્રિદી
5. કાયલ જેમીસન

બેટ્સમેનોની યાદીમાં કેપ્ટન રોહિત શર્મા સતત ચમકી રહ્યો છે, જ્યારે વિરાટ કોહલી પણ ટોપ-10માં સામેલ છે. ઓસ્ટ્રેલિયાનો માર્નસ લાબુશેન નંબર 1 ટેસ્ટ બેટ્સમેન છે. જ્યારે ભારતનો રોહિત શર્મા 754 પોઈન્ટ સાથે આઠમા નંબર પર છે જ્યારે વિરાટ કોહલી 742 પોઈન્ટ સાથે દસમા નંબર પર છે.

ટેસ્ટ ટીમની રેન્કિંગ મુજબ ટીમ ઈન્ડિયા નંબર-2 ટીમ બની રહી છે. ઓસ્ટ્રેલિયા 128 પોઈન્ટ સાથે નંબર-1 પર છે જ્યારે ટીમ ઈન્ડિયાના 119 પોઈન્ટ છે. ટીમ ઈન્ડિયા T20 રેન્કિંગમાં નંબર-1 છે, જ્યારે ODI રેન્કિંગમાં નંબર-4 છે.

(10:17 pm IST)