Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

મહારાષ્ટ્રમાં થયેલ કોરોના રસીકરણ કૌભાંડ અંગે મુંબઈ હાઇકોર્ટ ચિંતિત : માંગ્યો રિપોર્ટ

રસીકરણ કૌભાંડના કેટલા લોકો ભોગ બન્યા છે અને તેમની હાલની સ્થિતિ શું છે?

મુંબઈ : બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્રમાં થયેલા કોરોના રસીકરણ કૌભાંડ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. બોમ્બે હાઈકોર્ટે બીએમસીને પૂછ્યું હતું કે આ રસીકરણ કૌભાંડના કેટલા લોકો ભોગ બન્યા છે અને તેમની હાલની સ્થિતિ શું છે? કોર્ટે BMC ને એ પણ શોધવા માટે કહ્યું છે કે તે લોકોમાં એન્ટિબોડીઝ બનાવવામાં આવી છે કે કેમ.

બોમ્બે હાઈકોર્ટ કોરોના રસીકરણમાં લોકોને આવતી સમસ્યાઓ સંબંધિત પીઆઈએલ પર સુનાવણી કરી રહી હતી. તે દરમિયાન હાઇકોર્ટના ચીફ જસ્ટિસ દીપંકર દત્તા અને જસ્ટિસ જે.એસ. કુલકર્ણીની ડિવિઝન બેંચે બનાવટી રસીકરણના કેસોનો ઉલ્લેખ કર્યો હતો.

ખંડપીઠે કહ્યું, ‘ઘણા લોકો રસી કૌભાંડનો ભોગ બન્યા છે. અમે તેમની ચિંતા કરીએ છીએ. તેમના પર બનાવટી રસીની અસર શું છે? શું તેમને એન્ટિબોડીઝ છે? જો તેમને ખારા પાણી અથવા કંઈક આપવામાં આવે તો તેની અસર શું હશે.

કોર્ટે વધુમાં પૂછ્યું કે આ રસી કૌભાંડના કેટલા લોકો ભોગ બન્યા છે. આ અંગે સરકાર વતી અદાલતને કહેવામાં આવ્યું હતું કે કુલ 2053 લોકો આ રસી કૌભાંડનો ભોગ બન્યા છે. જેમાં બોરીવલીમાં 514, વર્સોવામાં 365 લોકો, કાંદિવલીમાં 398, લોઅર પારેલમાં 207 અને મલાડમાં 30 કેસ નોંધાયા છે. કોર્ટે કહ્યું કે આવા કેસો આગળ રોકવા જોઈએ. તેમણે વહીવટીતંત્રને પાંચ દિવસનો સમય આપ્યો છે. આ સમયમાં, તેઓએ આવી યોજના તૈયાર કરવી પડશે, જેથી ભવિષ્યમાં આવા કૌભાંડો ન થા

(12:00 am IST)