Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

ભારતીય નૌકાદળે SSR/AA પરીક્ષા માટે પ્રવેશ કાર્ડ જાહેર કર્યું : 26 જૂન ઓનલાઇન અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ

લેખિત પરીક્ષા અને પીઈટી (PET) માટે પ્રવેશ કાર્ડ ઑફિશિયલ વેબસાઈટ joinindiannavy.gov.in પર જઈને ડાઉનલોડ કરી શકાય

ભારતીય નૌકાદળે SSR/AA પરીક્ષા માટે પ્રવેશ કાર્ડ જાહેર કર્યું છે. AA અને SSR હેઠળ Sailorsની પોસ્ટ્સ માટે લેખિત પરીક્ષા અને પીઈટી (PET) માટે પ્રવેશ કાર્ડ બહાર પાડવામાં આવ્યું છે.

ભારતીય નૌસેનાએ પણ આ સંદર્ભમાં એક નોટિસ જાહેર કરી છે. નોટિસમાં લખવામાં આવ્યું છે કે, “AA/SSR ઓગસ્ટ 2021 બેચ માટે લેખિત પરીક્ષા અને પીએફટી કૉલ-લેટર્સ ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ છે.

AA/SSR પરીક્ષા 2021 માટે પ્રવેશ કાર્ડ ભારતીય નેવીનીઑફિશિયલ વેબસાઈટ joinindiannavy.gov.in પર જઈને ડાઉનલોડ કરી શકાય છે.

ઉમેદવારોએ તેમના પ્રવેશ કાર્ડ ડાઉનલોડ કરવા માટે લૉગિન કરવું પડશે. ઉમેદવારો નીચે આપેલા સરળ સ્ટેપ્સને અનુસરીને તમારા પ્રવેશ કાર્ડને ડાઉનલોડ કરી શકો છે.

આ ડાયરેક્ટ લિંકથી Indian Navy Admit Card 2021 ડાઉનલોડ કરો

ઉમેદવારો નીચે આપેલ ડાયરેક્ટ લીંક પર ક્લિક કરીને તેમનું પ્રવેશ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે.
Indian Navy Admit Card Direct Link

આ સ્ટેપ્સ સાથે Indian Navy AA/SSR Admit Card 2021 ડાઉનલોડ કરો

સ્ટેપ 1: ઉમેદવારનું પ્રવેશ કાર્ડ ડાઉનલોડ કરવા માટે સત્તાવાર વેબસાઈટ joinindiannavy.gov.inની મુલાકાત લો.

સ્ટેપ 2: વેબસાઇટ પર આપેલ Candidate Login ના ટેબ પર ક્લિક કરો.

સ્ટેપ 3: માંગવામાં આવેલી માહિતી ભરીને સબમિટ કરો.

સ્ટેપ 4: તમારું પ્રવેશ કાર્ડ સ્ક્રીન પર દેખાશે.

સ્ટેપ 5: હવે તેને ડાઉનલોડ કરો.

પસંદગી લેખિત પરીક્ષા, શારીરિક પરીક્ષા અને તબીબી પરીક્ષા દ્વારા કરવામાં આવશે. લેખિત પરીક્ષામાં અંગ્રેજી, વિજ્ઞાન, ગણિત અને સામાન્ય જ્ઞાન એમ ચાર વિભાગનો સમાવેશ થશે. પરીક્ષાનો કુલ સમયગાળો 60 મિનિટનો રહેશે. લેખિત પરીક્ષામાં વિભાગીય કટ ઓફ (sectional cut off) થશે.

ઉમેદવારોએ તમામ વિભાગોમાં પાસ થવું જરૂરી છે. ભારતીય નૌકાદળ વરિષ્ઠ માધ્યમિક ભરતી (SSR) (Senior Secondary Recruit)ની 2000 અને આર્ટિફિશર એપ્રેન્ટિસ (AA)ની 500 જગ્યાઓ પર ભરતી કરશે. તમને જણાવી દઈએ કે ભારતીય નેવી હાલમાં SSC Officer Entry માટે અરજીઓને આમંત્રણ આપી રહી છે. ઑનલાઈન અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ 26 જૂન છે.

(12:00 am IST)