Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

૧.૫ કરોડથી વધુ ટર્નઓવરવાળાને રિટર્ન ગુડઝની પળોજણ

કમ્પોઝિશન સ્કીમના વેપારી જ રિટર્ન માલનો ઉલ્લેખ માઇનસમાં કરી શકશે

CBICએ જ આ નિયમની જાહેરાત કરી છતાં આઠ મહિનાથી હાલત ઠેરની ઠેર

મુંબઇ,તા. ૨૫: ૧.૫૦ કરોડથી ઓછું ટર્નઓવર ધરાવવાની સાથે લમસમ એક ટકા જ જીએસટી ભરપાઇ કરતા હોય તેવા વેપારીઓનો માલ પરત આવે તો જીએસટી રિટર્નમાં માઇનસમાં ઉલ્લેખ કરી શકરો. જોકે આની જાહેરાત સપ્ટેમ્બર ૨૦૨૦માં કરવામાં આવી હતી, પરંતુ અમલ હાલમાં જ કરવામાં આવ્યો છે. જયારે ૧.૫૦ કરોડથી વધુનું ટર્નઓવર ધરાવનારા વેપારી હજુ પણ રિટર્ન આવતા માલનો ઉલ્લેખ માઇ નસમાં કરવાની સુવિધા શરૂ કરવામાં આવી નહીં હોવાથી પરેશાની વધી છે.

સપ્ટેમ્બર ૨૦૨૦માં સીબીઆઇ સી (સેન્ટ્રલ બોર્ડ ઇંન ડાયરેકટ ટેકસ એન્ડ કસ્ટમ)એ રિટન આવતા માલનો જીએસટી રિટર્નમાં માઇનસ આંકડામાં દર્શાવી શકાય તેવી સુવિધાની જાહેરાત કરી હતી. જોકે થોડા દિવસથી આ સુવિધા પોર્ટલ પર શરૂ કરવામાં આવી છે. પરંતુ તેમાં પણ ૧.૫૦ કરોડથી ઓછું ટર્નઓવર ધરાવતા અને કંપોઝિશન સ્ક્રીમનો લાભ લેતા હોય તેવા જ વેપારીઓને આ સુવિધાનો લાભ મળવાનો છે. જયારે અન્ય વેપારીઓને તેનો લાભ હાલમાં નહીં મળતા એકને ગોળ અને બીજા ખોળ જેવી નીતિ અપનાવી રહ્યા હોવાનો પણ બળાપો વેપારીઓ ઠાલવી રહ્યા છે.

  • માત્ર કમ્પોઝિટ સ્કીમવાળાને જ લાભ સામે કચવાટ

વેપારી દ્વારા માલ વેચાણ કર્યાં બાદ તે પેટે જીએસટી ભરપાઇ કરી દેવામાં આવે છે. પરંતુ તે માલ જયારે વેપારી પાસેથી પરત આવે ત્યારે તેનો ઉલ્લેખ રિટર્નમાં કરી શકાતો નહોતો. તેના કારણે આ સુવિધા શરૂ કરવામાં આવી છે. પરંતુ ૧.૫૦ કરોડથી ઓછું ટર્નઓવર ધરાવનારાઓની સાથે કંપોઝિશન સ્કીમ એટલે કે લમસમ એક ટકાથી પાચ ટકા સુધીનો જીએસટી ભરતા હોય તેમજ કેડિટ લેતા નહીં હોય તેવા પુરતી જ સુવિધા શરૂ કરવામાં આવતા કચવાટ પણ વધ્યો છે.

(10:18 am IST)