Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

એમ્સના અભ્યાસમાં ધડાકો

કોવિડ ICUમાં વૃધ્ધો કરતા યુવાનોના વધુ મોત

એમ્સના આઇસીયુમાં એડમિટ વૃધ્ધોથી વધારે ૫૦ વર્ષથી ઓછી ઉંમરના યુવાનોના મોત થયા છે : ૬૫૪ દર્દી એમ્સના આઈસીયૂમાં દાખલ થયા. જેમાંથી ૨૪૭ ના મોત થયા : ૯૪.૭૪ ટકા લોકો કોર્મોબિડિટીઝનો શિકાર હતા. જેમાંથી ૬૫.૯ ટકા લોકો પુરુષ હતા. : મરનારાની ઉંમર : ૪૨.૧ ટકાની ઉંમર ૧૮ થી ૫૦ વર્ષ ૩૪.૮ ટકાની ઉંમર ૫૧થી ૬૫ વર્ષ ૨૩.૧ ટકાની ઉંમર ૬૫ વર્ષથી ઉપરના

નવી દિલ્હી,તા. ૨૫: કોરોનાના કારણે એમ્સના આઈસીયૂમાં એડમિટ વૃદ્ઘોથી વધારે ૫૦ વર્ષથી ઓછી ઉંમરના યુવાનોના મોત થયા છે. આ ચોંકાવનારો ખુલાસો એમ્સની સ્ટડીમાં થયો છે.  એમ્સના આઈસીયૂમાં ૨૪૭ના મોત થયા છે. જેમાં ૪૨.૧ પર્સન્ટ મરનારા લોકોની ઉંમર ૧૮થી ૫૦ વર્ષની વચ્ચેની હતી, આઈસીયૂમાં મરનારા ૯૪.૭૪ ટકામાંથી એક અથવા તેનાછી વધારે લોકોમાં કોર્મોબિડિટીઝ જોવા મળી છે. ફકત ૫ ટકા એવા લોકોના મોત થયા છે જેમાં કોઈ કોમોર્બિડિટી નહોંતી. આ કોવિડના પહેલા ફેઝનો અભ્યાસ છે. જેમાં ૫૦ વર્ષથી ઓછી ઉંમરના લોકોના મોતના આંકડા વૃદ્ઘ કરવા વધારે છે. એકસપર્ટનું કહેવું છે કે આ એક મોટું કારણ છે કે ૫૦ વર્ષની નાની ઉંમરના લોકો કોઈને કોઈ કોમોર્બિડિટીનો શિકાર હોય છે જેથી તે ગંભીર બિમારી હોય છે અને મોતનો ખતરો વધારે હોય છે. એમ્સમાં આ અભ્યાસ ૪ એપ્રિલથી લઈને ૨૪ જુલાઈની વચ્ચે કરવામાં આવ્યો. કુલ ૬૫૪ દર્દી આઈસીયૂમાં એડમિટ થયા હતા. જેમાંથી ૨૨૭ એટલે કે ૩૭.૭ ટકાના મોત થયા છે. આ અંગે એમ્સ ટ્રોમા સેન્ટરના ચીફ ડાયરેકટર રાજેશ મલ્હોત્રાએ કહ્યું કે સૌથી ચોંકાવનારી વાત એ છે કે ૫૦ વર્ષથી ઓછી ઉંમરના લોકોના મોતનો આંકડો વધારે છે. આ સ્ટડીમાં અમે એ જોયું કે ૪૨.૧ ટકાની ઉંમરના ૫૦ વર્ષથી ઓછા છે. જયારે ૫૧થી ૬૫ વર્ષની વચ્ચે આ ૩૪.૮ ટકા અને ૬૫ વર્ષથી ઉપરના ૨૩.૧ ટકા છે.

ડોકટર મલ્હોત્રાએ કહ્યું કે વિદેશોમાં વૃદ્ઘોના મોત વધારે થયા છે. ચાહે અમેરિકા હોય અથવા બ્રિટન.  આનું કારણ એ પણ છે કે ત્યા વૃદ્ઘોની સંખ્યા વધારે છે અને ભારતમાં યુવાનોની સંખ્યા વધારે છે. જયારે આપણા દેશમાં ચિંતાજનક વાત એ છે કે આપણા દેશમાં યુવાનોમાં કોમોર્બિડિટી છે. જેના કારણે વાયરસ જીવલેણ સાબિત થાય છે. તેમણે કહ્યું કે પહેલી વાર બાળકોને આ અભ્યાસમાં સામેલ કરાયા હતા. ૪૬ બાળકોના આઈસીયૂમાં હતા. જેમાંથી ૬ના મોત થયા છે. એટલે તે આ ૧૩ ટકા મોત છે. તેમાંથી કોઈને કોઈ બીમારી હતી. વધુંમાં તેમણે જણાવ્યું કે મોટાભાગના દર્દીઓ ગંભીર હતા. ૨૨ ટકા દર્દી વેન્ટિલેટર સાથે એડમિટ થયા હતા અને ૨૮ ટકા દર્દી ૨૪ કલાકની અંદર વેન્ટિલેટર પર મૃત્યું પામ્યા હતા. એટલે કે ૫૦ ટકા દર્દીની સ્થિતિ ગંભીર હતી. આ અભ્યાસમાં આ સ્પષ્ટ છે કે કોવિડમાં પુરુષોના મોત વધારે થયા છે.

(10:21 am IST)