Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

એકટીવ કેસ ૮૩ દિવસના નીચલા સ્તરેઃ પીકથી ૮૦ ટકાથી ઓછા

સતત ૪૩માં દિવસે નવા કેસોના મુકાબલે રીકવર થતા દર્દીઓની સંખ્યા વધી : છેલ્લા ૨૪ કલાકમાં ૫૧૬૬૭ નવા કેસઃ ૧૩૨૯ના મોતઃ કુલ કેસ ૩૦૧૩૪૪૪૫: મૃતકોની સંખ્યા વધીને ૩૯૩૩૧૦ થઈ છે

નવી દિલ્હી, તા. ૨૫ :. દેશમાં કોરોનાના એકટીવ કેસની સંખ્યા ૮૩ દિવસના નીચલા દિવસે પહોંચી ગઈ છે. હાલ કુલ સક્રિય કેસ ૬૧૨૮૬૮ રહી ગયા છે. આ પહેલા ૧લી એપ્રિલે ૬૧૦૯૨૯ સક્રિય કેસ હતા ત્યારથી આંકડાઓમાં સતત વધારો થતો હતો અને ૯મી મે એ તે ૩૭ લાખ ઉપર પહોંચી ગયો હતો. જો કે ત્યારથી ઘટાડાનો દોર ચાલુ છે અને આ પીકથી તુલના કરીએ તો એકટીવ કેસોની સંખ્યામાં ૮૦ ટકાનો સુધીનો ઘટાડો નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૫૧૬૬૭ નવા કેસ મળ્યા છે. જ્યારે ૬૪૫૨૭ લોકો સાજા થયા છે. એક તરફ નવા કેસોમાં ઘટાડો, રીકવરીમાં ઝડપ અને વેકસીનેશનમાં ગતિ પકડવાને કારણે આવુ થયુ છે.

આ સતત ૪૩મો દિવસ છે જ્યારે નવા કેસોના મુકાબલે રીકવર થતા લોકોની સંખ્યા વધી છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫૧૬૬૭ નવા કેસ આવ્યા છે અને કુલ કેસની સંખ્યા પહોંચી છે ૩૦૧૩૪૪૪૫, જ્યારે ૧૩૨૯ લોકોના મોત થયા છે આ સાથે કુલ મૃત્યુઆંક ૩૯૩૩૧૦ થયો છે. એકટીવ કેસની સંખ્યા ઘટીને ૬૧૨૮૬૮ થઈ છે. ૬૪૫૨૭ લોકો સાજા થયા છે અને એ સાથે કુલ સાજા થનારાઓ ૨૯૧૨૮૨૬૭ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધીમાં કુલ ૩૦૭૨૪૬૬૦૦ લોકોને વેકસીન આપવામાં આવી છે. રાત્રે ૧૨ સુધીમાં ૬૦ લાખ ડોઝ આપી દેવાયા છે.

દેશમાં રીકવરી રેટ વધી રહ્યો છે અને તે ૯૬.૬૬ ઉપર પહોંચ્યો છે. આ સિવાય વિકલી પોઝીટીવીટી રેટ પણ ઘટીને ૩ ટકા પર આવી ગયો છે અને તે ૨.૯૮ થઈ ગયો છે.

(10:38 am IST)