Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

માઉન્ટ આબુથી પરત ફરતી વખતે કાર ૩૦ ફુટ ઉંડી ખાઇમાં પડીઃ જામનગરના પ્રવાસીઓનો બચાવ

માઉન્ટ આબુ, તા.,રપઃ પર્યટન સ્થળ માઉન્ટ આબુથી પરત ફરતી વખતે કાર ૩૦ ફુટ ઉંડી ખાઇમાં પડી હતી. જો કે જામનગરના તમામ પ્રવાસીઓનો બચાવ થયો હતો.પ્રાપ્ત માહીતી મુજબ જામનગરના જીતકુમાર શૈલેષભાઇ ખત્રી, તેના મિત્રો મણીભાઇ કુંદનભાઇ ખત્રી અને પાર્થ મુકેશભાઇ ખત્રીની સાથે માઉન્ટ આબુ ફરવા આવ્યા હતા.

બુધવારે મોડી રાત્રીના તેઓ જામનગર પરત ફરી રહયા હતા ત્યારે આબુ રોડ -માઉન્ટ આબુ  રસ્તા ઉપર સ્ટીયરીંગ ઉપરનો કાબુ ગુમાવતા કાર ૩૦ ફુટ ઉંડી ખાઇમાં ખાબકી હતું. પરંતુ સદનસીબે કોઇ જાનહાની થઇ ન હતી અને ત્રણેયને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ખસેડાયા હતા.આ બનાવ અંગે શાંતીલાલ પરમાર, દેવીસિંહ દેવડા, મોહનલાલ મયજાફતા સહીતની ટીમે તપાસ હાથ ધરી છે.

(11:43 am IST)