Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

ધર્માંતરણ કેસમાં મોહમ્મદ ઉમર અંગે ચોંકાવનારા ખુલાસાઓઃ ધર્મ પરિવર્તન માટે આપતો હતો લાલચ

ફતેપુરઃ. ફતેહપુરમાં ધર્માંતરણ કેસનો આરોપી ઉમર ગૌતમ શહેરની જે ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં આવતો-જતો હતો, ત્યાંની એક શિક્ષિકાએ ષડયંત્રની આશંકા ત્રણ મહિના પહેલા જ વ્યકત કરી હતી. શિક્ષિકાએ આક્ષેપ કર્યો હતો કે શાળામાં હિન્દુ બાળકોને અરબી અને ઉર્દુ ભણાવવાનું દબાણ કરાતુ હતુ. જ્યારે તેણીએ ના પાડી તો તેને નોકરીમાંથી કાઢી મુકાઈ હતી. સ્કૂલના મેનેજર અને તેના પુત્ર વિરૂદ્ધ તેણે ૨૦ માર્ચ ૨૦૨૧ તેણે કેસ પણ નોંધાવ્યો હતો. જેમાં પોલીસે ચાર્જશીટ પણ મુકી છે. શિક્ષિકા કલ્પના સિંહે જણાવ્યુ કે ૨૦૨૦માં ૨૦થી ૨૫ મૌલાનાઓ સાથે ઉમર ગૌતમ શાળામાં આવ્યો હતો. તે પહેલા પણ આવતો-જતો હતો. શાળામાં ઉમર અને મૌલાના મુસ્લિમ ધર્મ પ્રત્યે આકર્ષનારા ભાષણો આપતા હતા. મૌલાના ધર્મ પરિવર્તન કરે તેની ગરીબી દૂર કરવાની લાલચ આપતા હતા. શિક્ષિકાનો આક્ષેપ છે કે હિન્દુ બાળકોને ઉર્દુ અને અરબી ભણાવવાનો તેણે વિરોધ કર્યો ત્યારે સ્કૂલ મેનેજમેન્ટે તેને કાઢી મુકી હતી. શિક્ષિકાએ સ્કૂલના મેનેજર અને તેના પુત્ર વિરૂદ્ધ ૨૦ માર્ચ ૨૦૨૧ના રોજ સદર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરી હતી. પોલીસ અધિકારી સત્યેન્દ્ર સિંહે જણાવ્યુ કે આ કેસમાં ચાર્જશીટ બની ચુકી છે. સ્કૂલ મેનેજમેન્ટની પૂછપરછ કરાઈ રહી છે. મોહમ્મદ ઉમર અહીં આવતો તેવી માહિતી મળી છે. આ સ્કૂલમાં તેના ફન્ડીંગની વાત પણ જાણવા મળી છે. આ બધા પાસાઓની તપાસ ચાલી રહી છે.

(11:44 am IST)