Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં એસ્સાર પાવર હઝિરાનો ચોખ્ખો નફો ૧૧૩ ટકા વધીને રૂ. ૧૨૮.૬૩ કરોડ થયો

નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં કુલ આવક રૂ. ૪૨૭.૧૯ કરોડ VS નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં રૂ. ૪૧૯.૫૨ કરોડ હતી : EBITDA વાર્ષિક ધોરણે ૭ ટકા વધીને રૂ. ૩૨૭.૩૯ કરોડ થયો

(મુકુંદ બદિયાણી) જામનગર,તા.૨૫ : એસ્સાર પાવર લિમિટેડની કંપની અને ભારતમાં ખાનગી ક્ષેત્રની પ્રથમ સ્વતંત્ર વીજ ઉત્પાદકો પૈકીની એકની કંપની એસ્સાર પાવર હઝિરા લિમિટેડએ ૩૧ માર્ચ, ૨૦૨૧ના રોજ પૂર્ણ થયેલા સંપૂર્ણ નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ માટે એના પરિણામોની જાહેરાત કરી હતી.

 નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ માટે પીએટી ૧૧૩ ટકા વધીને રૂ. ૧૨૮.૬૩ કરોડ થયો હતો, જે નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં રૂ. ૬૦.૪૪ કરોડ હતો. નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં કુલ આવક રૂ. ૪૨૭.૧૯ કરોડ હતી, જે નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં રૂ. ૪૧૯.૫૨ કરોડ હતી. નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં કંપનીની EBIDTA ૭ ટકા વધીને રૂ. ૩૨૭.૩૯ કરોડ થઈ હતી, જે નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં રૂ. ૩૦૫.૦૨ કરોડ હતી. અત્યાર સુધી ઋણનો ૪૦ ટકા હિસ્સો ધિરાણકારોને ચુકવી દેવાયો છે. કંપની ચાલુ નાણાકીય વર્ષમાં ઊંચું ક્રેડિટ રેટિંગ મેળવવા આતુર છે.

આ પરિણામો પર એસ્સાર પાવર લિમિટેડના સીઇઓ શ્રી કુશ એસએ કહ્યું હતું કે,  ''મહામારી શરૂ થવાની સાથે અને એનાથી પ્રેરિત લોકડાઉન લાગુ થવાની સાથે આવશ્યક સેવા તરીકે વીજ ઉદ્યોગને આપણા અર્થતંત્રને ધબકતું રાખવા વધારે કામગીરી કરવાની ફરજ પડી હતી. અમે આ કસોટીના સમયમાં દેશને -દાન કરવા પર ગર્વ અનુભવીએ છીએ. કામગીરીના દ્રષ્ટિકોણથી એસ્સાર પાવર હઝિરાએ સાતત્યપૂર્ણ વૃદ્ધિ પ્રદાન કરી છે અને વર્ષ દરમિયાન પ્લાન્ટ ઉપલબ્ધતા ૯૪ ટકા જાળવી રાખી છે.

એસ્સાર પાવર હઝિરા આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા લિમિટેડને સૌથી નીચા દરે સૌથી વધુ વિશ્વસનિય અને સતત વીજળીનો પુરવઠો પ્રદાન કરે છે.''

(1:38 pm IST)