Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

કેરળ હાઇકોર્ટે લક્ષદીપની ફિલ્મ નિર્માતા આઇશા સુલતાનાના આગોતરા જામીન મંજુર કર્યા : તેણે કરેલા વિધાનોમાં દેશનું હીત ઘવાય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ કંઈ લાગતું નથી : આઇશા ઉપર દેશદ્રોહનો કેસ કરાતા ધરપકડના ડરથી આગોતરા જામીન માંગ્યા હતા

કેરળ : લક્ષદીપની ફિલ્મ નિર્માતા આઇશા સુલતાનાએ દેશનું હીત ઘવાય તેવા વિધાનો કર્યા હોવાના આરોપ સાથે તેના વિરુદ્ધ દેશદ્રોહનો કેસ દાખલ કરાયો છે.

ટીવી ચેનલ ઉપર પેનલ ડીસ્કશન દરમિયાન તેણે દેશ વિરુદ્ધ વાંધાજનક અને દેશનું હિત ઘવાય તેવા વિધાનો કરવાના આરોપસર દેશદ્રોહનો કેસ કરાયો છે. જે સામે ધરપકડના ડરથી તેણે કેરળ હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી.

આઇશાના એડવોકેટની દલીલ તથા રજૂઆતને ધ્યાને લઇ નામદાર કોર્ટને એવું લાગ્યું હતું કે પ્રાથમિક દ્રષ્ટિએ દેશનું હીત ઘવાય તેવા કોઈ વિધાનો જણાતા નથી .તેથી તેના આગોતરા જામીન મંજુર કરવામાં આવ્યા હતા.

તેણે પેનલ ડિસ્કશન દરમિયાન લક્ષદ્વીપમાં કોવિદ -19 સંજોગોમાં પણ કેન્દ્ર સરકારે છૂટછાટ આપી રાજ્ય વિરુદ્ધ જૈવિક હથિયાર છોડ્યું હોવાનું વિધાન કર્યું હતું.તેથી તેની સામે ભારતીય જનતા પાર્ટી દ્વારા  દેશદ્રોહનો આરોપ લગાવાયો હતો.

આથી નામદાર કોર્ટે જણાવ્યું હતું કે આઇશાનું આ વિધાન કેન્દ્ર સરકાર પ્રત્યે પૂર્વગ્રહ દર્શાવે છે. તેનાથી દેશનું કોઈ હીત ઘવાતું નથી.તેથી ધરપકડથી બચવા  તે  આગોતરા જામીન માટે લાયક છે.આઇશાને 50 હજાર રૂપિયાના બોન્ડ  સાથે આગોતરા જામીન મંજુર કરાયા હતા તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(1:44 pm IST)