Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

આજે રાતે દેખાશે ગુલાબી ચાંદ, વરસશે ચાંદની, જાણો ખાસ વાતો

કલર પ્રિઝમથી નીકળતો પ્રકાશ વિખેરાઇને ''સ્ટ્રૉબેરી મૂન''માં ફેરવાઇ છે

નવી દિલ્હી, તા. રપ : ગ્રીષ્મ સંક્રાંતિ બાદ આજે જૂનની પહેલી પૂનમ છે. દરેક પૂનમનુ પોતાનુ મહત્વ હોય છે પરંતુ આજની પૂનમ ઘણી ખાસ છે કારણકે આજની રાતે આકાશમાં ચાંદ સફેદ નહિ પરંતુ સ્ટ્રોબેરી રંગનો દેખાશે. વાસ્તવમાં આ દિવસે ચાંદ પોતાની કક્ષામાં પૃથ્વીથી ઘણો નજીક હશે અને આના કારણે તેનો આકાર ઘણો મોટો જોવા મળશે. એટલુ જ નહિ પૃથ્વીની ઘણી નજીક હોવાના કારણે તેના રંગમાં ગુલાબી પરિવર્તન થશે કે જે જોનારના મનને પણ ગુલાબી કરી દેશે માટે તેને સ્ટ્રોબેરી મુન કહેવામાં આવે છે. નાસા પોતાની વેબસાઈટ પર આનુ લાઈવ પ્રસારણ પણ કરશે.

સ્ટ્રૉબેરી મુન કોને કહેવાય? વાસ્તવમાં જૂનની પૂનમવાળા ચાંદને સ્ટ્રૉબેરી મુન કહેવાય છે. ક્યાંક-ક્યાંક આને Hot Moon, Honey Moon કે Rose Moon પણ કહેવાય છે. અમેરિકામાં ખેડૂતો મુજબ જુનમાં સ્ટ્રૉબેરી વાવવાની સિઝન હોય છે આના કારણે તે પૂર્ણ ચાંદને સ્ટ્રૉબેરી મુન કહેવાય છે. વાસ્તવમાં એવુ કહેવાય છે કે આ ખેડૂતો પાસે પહેલા જૂલિયન કે ગ્રેગોરિયન કેલેન્ડર નહોતુ માટે તેમણે સિઝનના હિસાબે પૂર્ણચંદ્રમાના નામ રાખી દીધા. તમને જણાવી દઈએ કે પૂનમના દિવસે જ ચાંદ પૂર્ણ આકારમાં હોય છે.

ચંદ્રના નામ રાખવામાં આવ્યા સિઝનના આધારે.. જાન્યુઆરીના પૂર્ણ ચંદ્રને વુલ્ફ મુન કહે છે. ફેબ્રુઆરીના પૂર્ણ ચંદ્રને સ્નાો મુન કહેવાય છે. માર્ચના પૂર્ણ ચંદ્રને વાર્મ મુન કહેવાય છે. મેના પૂર્ણ ચંદ્રને ફ્લાવર મુન કહેવાય છે. જૂનના પૂર્ણ ચંદ્રને સ્ટ્રૉબેરી મુન કહેવાય છે. જુલાઈના પૂર્ણ ચંદ્રને બક મુન કહેવાય છે. ઓગસ્ટના પૂર્ણ ચંદ્રને સ્ટર્જજન મુન કહેવાય છે. સપ્ટેમ્બરના પૂર્ણ ચંદ્રને કૉર્ન મુન કહેવાય છે. ઓકટોબરના પૂર્ણ ચંદ્રને હંટર મુન કહેવાય છે. નવેમ્બરના પૂર્ણ ચંદ્રને બીવર મુન કહેવાય છે. ડિસેમ્બરના પૂર્ણ ચંદ્રને કોલ્ડ મુન કહેવાય છે.

હિંદુ પંચાંગ મુજબ આ પૂનમ ખૂબ જ પવિત્ર હોય છે અને આ દિવસે ચાંદની પૂજા અને દીદાર કરવાથી વ્યકિતના જીવનમાં સુખ અને શાંતિનો વાસ થાય છે. પૂનમના યોગમાં અમુક ઉપાય કરવાથી કુંડળીના દોષ અને ધન સંબંધી કાર્યોમાં આવી રહેલ મુશ્કેલીઓ સમાપ્ત થાય છે.

(3:17 pm IST)