Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

મહારાષ્ટ્રના ૭ ગામોમાં ફરીથી લોકડાઉન લગાવાયું

મુંબઇ,તા. ૨૫: મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેરની ભલે ઓછી થઇ ગઇ હોય, પરંતુ અહીંના કેટલાક જિલ્લાઓમાં વધી રહેલા પોઝિટિવ કેસોને પગલે લોકડાઉન લગાવવાની સ્થિતી ઉભી થઇ છે. તકેદારીના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા કોરોના હોટસ્પોટ બનેલા બારામતીના ૭ ગામોમાં ૭ દિવસ લોકડાઉન લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું કાટેવાડી ગામ પણ સામેલ છે. હાલ અહીં ૯૫૦થી વધુ એકિટવ કેસો છે. જેના કારણે સંક્રમણ ફેલાવવાનું જોખમ મંડરાઇ રહ્યુ છે.

(3:20 pm IST)