Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

ટ્રેનિંગ સેન્ટરના સંચાલકને દોડાવીને અને ગોળીઓ વરસાવીને મારી નાખ્યોઃ ઉત્તર પ્રદેશમાં વધુ એક ક્રૂર હત્યા

ઉત્તરપ્રદેશના મઉ ખાતે એક ટ્રેનિંગ કલાસના સંચાલકને કેટલાક અસામાજિક મનાતા તત્વોએ સરેઆમ દોડાવી દોડાવીને  મારી નાખતા ખળભળાટ મચી ગયો છે. ૩૮ વર્ષના પિન્ટુ રાજભર નામના સંચાલક વિદેશ જતા વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપતા હતા. તેઓ જેવા કલાસે પહોંચ્યા કે ૩  અજાણ્યા શખ્સો આવી પહોંચેલ અને સીધું જ ફાયરિંગ કરવા લાગતા ટ્યૂશન કલાસના સંચાલક ભાગવા લાગેલ. એની પાછળ હરામખોર તત્વો ફાયરિંગ કરતા દોડ્યા હતા. થોડે દૂર જ લોહીથી લથપથ ઢળી પડતાં આ તત્વો ભાગી ગયા છે. કારણ જાણવા મળતું નથી. શહેર આખાની પોલીસ ઠલવાઇ ગઇ છે.

(4:09 pm IST)