Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

હેલ્થ ઇન્સ્યોરન્સ વખતે જૂની-બીમારી છુપાવવી મોંઘી પડી શકે

નવી દિલ્હી તા. રપ : આજની ઝડપી અને તણાવપૂર્ણ જીવનશૈલી અને કોરોના કાળમાં હેલ્થ ઇન્સ્યોરન્સ એક જરૂરિયાત બની ગઇ છે, પણ હેલ્થ ઇન્સ્યોરન્સ કરાવતી વખતે કેટલીય વાર લોકો ઇન્સ્યોરન્સ કરાવતા પહેલા બીમારી છુપાવી રાખે છે. કેટલીક વખત વીમા એજન્ટ પણ આવું કરવા માટે પ્રોત્સાહિત કરે છે, પણ આવું કરવાથી આપણને જ નુકસાન થાય છે. આવું કરવાથી કંપની પહેલેથી બીમારી હોવાને નામે દાવો ચૂકવવા માટે ઇનકાર કરે છે. હાલમાં કેટલાય લોકોએ મેડિકલેમ કરાવ્યો હશે, જેમાં કંપનીએ કહ્યું હતું કે આમાં કોવિડ-૧૯ ની સાથે-સાથે અન્ય જુની બીમારીઓને પણ કવર કરશે, પણ મેડિકલેમની વાત આવ તો ઇન્સ્યોરન્સ કંપનીએ કલેમને રિજેકટ કરી દીધો. Beshak.org ના મહાવીર ચોડાનું કહેવુ છેકે હેલ્થ ઇન્સ્યોરન્સ સમયે કોઇ વ્યકિત ફોર્મમાં મહત્વપૂર્ણ હકીકત છુપાવે છે તો કંપની હેલ્થ કલેમને રિજેકટ કરી શકે છે તેમણે જણાવ્યું હતું કે ઇન્સ્યોરન્સ ફોર્મમાં કોઇ વ્યકિત હાયપરટેન્શનની વાત છુપાવે છે તો એ વિટામિન ડેફિસિયન્સીને કારણે હોસ્પિટલમાં દાખલ થાય છે, તો એનો મેડિકલેમ ન કારાય છે.

ડિજિ ઇન્સ્યોરન્સના ડો. સુધા રેડ્ડીએ જણાવ્યું હતું કે કોરોના કવચ ઇન્સ્યોરન્સમાં પણ જો કોઇ વ્યકિત co-morbities  ને છુપાવે તો કલેમ લેવામાંં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. એટલે કંપનીઓ પહેલેથી નકકી કરી લે છે કે ઇન્સ્યોરન્સ કરાવતી વ્યકિતઓમાં co-moebidities છે કે નહી કંપની પોલીસીહોલ્ડર દ્વારા ફોર્મમાં ભરેલી વિગતો પર વિશ્વાસ કરે છે આ વિશ્વાસ તુટે તો દાવામાંં અડચણો આવા શકે છે, એમ તેમણે કહ્યું હતું.

IRDAI pre-existing diseases અથવા પહેલાની બીમારીને આ પ્રકારે વ્યાખ્યા કરી છે એના મુજબ ઇન્સ્યોરન્સ કરાવતી વખતે ૪૮ મહિના પહેલા જોકોઇ વ્યકિતને કોઇ પ્રકારની બીમારી કે દુર્ઘટનાનો શિકાર થવું પડયું છે, જેમાં તેણે ડોકટરની સારવાર કરાવી છે કે પછી તેની સારવાર ચાલી રહી છે અથવા ડોકટરની સલાહની દરકાર છે તો એવી સ્થિતિમાં Pre-existing diseases  માનવામાં આવશે. પ્રત્યેક પોલીસીમાં અલગ-અલગ નિયમો-શરતો હોય છે.

(4:10 pm IST)