Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

ગ્લોબલ વોર્મીંગને લીધે આ વર્ષે પણ અમરનાથ ગુફામાં હીમલીંગ ૧૦ ફૂટ ઓગળી ગયુ : ૨૨ ફૂટનું હીમલીંગ હવે માત્ર ૧૨ ફૂટનું રહ્યુ

જમ્મુ : ગ્લોબલ વોર્મીંગના લીધે છેલ્લા કેટલાક વર્ષોથી શ્રાવણ મહિનાની પૂનમ પહેલા જ અમરનાથ ગુફા ખાતેનું હિમલીંગ પીગળી જાય છે. આ વર્ષે પણ હિમલીંગ પીગળીને માત્ર ૧૨ ફૂટનું થઈ ગયુ છે. ઍક મહિના પહેલા આ હિમલીંગ ૨૨ ફૂટનું હતું. ૧૪૫૦૦ કિ.મી.ની ઉંચાઈઍ આવેલ અમરનાથ ગુફામાં દર વર્ષે સ્વંયભુ બનતા હિમલીંગના અસ્તિત્વ ઉપર આ વખતે પણ ખતરો વધી ગયો છે અને સમય પહેલા જ હિમલીંગ ઓગળીને અદૃશ્ય થઈ જશે તેવો ભય સર્જાયો છે. કેટલાય વર્ષોથી જોવા મળે છે. શ્રદ્ધાળુઓની વધતી સંખ્યાની સાથે સાથે ગ્લોબલ વોર્મીંગને કારણે હીમલીંગ સમયથી પહેલા જ લુપ્ત થઈ જાય છે. આ વખતે કોરોનાને લીધે અમરનાથ યાત્રા રદ્દ કરવામાં આવી છે પરંતુ પરંપરાઓને પ્રતિકાત્મક રીતે પૂરી કરવામાં આવી રહી છે. છેલ્લા કેટલાય વર્ષોથી યાત્રા શરૂ થવાના થોડા જ દિવસોમાં હિમલીંગ સંપૂર્ણ પીગળી જાય છે. સોમવાર ૨૮ જૂને ૬૦ દિવસની અમરનાથ યાત્રા શરૂ થાય છે.

(4:42 pm IST)