Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

હવે ગર્ભવતી મહિલાઓ પણ કોરોના વેક્સિન મુકાવી શકશે : સ્વાસ્થ્ય મંત્રાલયે નવી ગાઈડલાઈન જાહેર કરી

વેક્સિનથી બાળક અને માતાને કોઈ પણ પ્રકારનો ખતરો નથી

હવે ગર્ભવતી મહિલાઓ પણ કોરોના વેક્સિન મુકાવી શકશે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે, મંત્રાલયે કહ્યું ગર્ભવતી મહિલાઓ માટે પણ વેક્સિન ફાયદાકારક છે

  કોરોના સામે લડવા માટે ભારત સરકાર દ્વારા બને એટલા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા હવે એવું કહેવામાં આવ્યું ચે કે ગર્ભવતી મહિલાઓ પણ કોરોના વેક્સિન લઈ શકશે. આ જાહેરાત કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કરવામાં આવી છે. અત્યાર સુધી ગર્ભવતી મહિલાઓ વેક્સિન નહોતી લેતી. પરંતુ હવે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આ મામલે સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે.

આ મુદ્દે ICMRના જનરલ ડારેક્ટર ડૉ બલરામ ભાર્ગવ દ્વારા એવું કહેવામાં આવ્યું કે ગર્ભવતી મહિલાઓ માટે પણ વેક્સિન ખરેખરમાં ફાયદાકારક છે. જેથી તેમણે ગર્ભવતી મહિલાઓને કોઈ પણ સંકોચ વગર વેક્સિન લગાવીની સલાહ આપી છે.

વધુંમાં તેમણે કહ્યું કે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આ મામલે ગાઈડલાઈન પણ જાહેર કરી દેવામાં આવી છે. જેથી હવે ગર્ભવતી મહિલાઓને વેક્સિન લેવામાં કોઈ વાંધો નહી આવે. ગર્ભવતી મહિલાઓ કોવિશિલ્ડ તેમજ કોવેક્સિન એમ બંને વેક્સિન લઈ શકે છે. વેક્સિનથી બાળક અને માતાને કોઈ પણ પ્રકારનો ખતરો નથી

ICMRના ચીફનું કહેવું છે કે કોરોના વાયરસના આલ્ફા, બીટા, ગામા અને ડેલ્ટા વેરિએંટ સામે કોવિશીલ્ડ અને કોવેક્સીન આ બંને વેક્સિન કારગર છે. આ બંને વેક્સિન સામે કોરોના વાયરસના બધાજ વેરિએંટ સામે પૂરતા પ્રમાણમાં રક્ષણ આપે છે. જોકે હાલ ભારતમાં ડેલ્ટા વેરિએંટ ચિંતાનો વિષય બન્યો છે. પરંતુ તેનાથી પણ ડરવાની કોઈ જરૂર નથી કારણકે વેક્સિન તેની સામે કારગર છે.

(7:55 pm IST)