Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

સેન્સેક્સ ૨૨૬ અને નિફ્ટી ૭૩ પોઈન્ટ ઉછળી બંધ

સપ્તાહના છેલ્લા સત્રમાં પણ બજારમાં તેજીનો માહોલ : સેન્સેક્સમાં સૌથી વધુ ટાટા સ્ટીલના શેરમાં ૪.૪૬ ટકાનો કૂદકો, આઈસીઆઈસીઆઈ બેંક અને SBIમાં ઉછાળો

મુંબઈ, તા. ૨૫ : સ્થાનિક શેર બજાર શુક્રવારે તેજી સાથે બંધ થયા. બીએસઈ સેન્સેક્સ ૨૨૬.૦૪ પોઈન્ટ એટલે કે ૦.૪૩ ટકાના વધારા સાતે ૫૨,૯૨૫.૦૪ના સ્તરે બંધ થયો. એ જ રીતે એનએસઈ નિફ્ટી ૭૨.૫૫ પોઈન્ટ એટલે કે ૦.૪૬ ટકાની તેજી સાથે ૧૫,૮૬૩ પોઈન્ટના સ્તરે બંધ થયો. સેન્સેક્સ પર ટાટા સ્ટીલના શેરોમાં સૌથી વધુ ૪.૬૪ ટકાની તેજી જોવા મળી. આ ઉપરાંત એક્સિસ બેંક, એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ બેંક અને હિન્દાલકોના શેર સૌથી વધુ વૃધ્ધિ સાથે બંધ થયા. બીજી બાજુ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના શેર ૨.૩૮ ટકા, એનટીપીસીના શેર ૧.૯૫ ટકા, ટાઈટનના શેર ૧.૬૪ ટકા, એચયુએલના શેર ૧.૬૩ ટકા અને એશિયન પેઈન્ટસના શેર ૧.૨૯ ટકાની ગિરાવટ સાથે બંધ થયા હતા.

સેન્સેક્સ પર પણ ટાટા સ્ટીલના શેરોમાં સૌથી વધુ ૪.૬૫ ટકાનો ઊછાળો જોવા મળ્યો. આ ઉપરાંત એઓક્સિસ બેંક, એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ બેક્ન, મારૂતી, બજાજ ફિનસર્વ અને લાર્સન એન્ડ ટૂબ્રોના શેર વધારા સાથે બંધ થયા. આ સાથે જ ભારતી એરટેલ, સન ફાર્મા, ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા, આઈટીસી, એચડીએફસી, ઈન્ડસઈન્ડ બેંક, ડોક્ટર રેડ્ડીસ, એચડીએફસી બેંક, એચસીએલ ટેક, બાજ ફાઈનાન્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા તથા ટીસીએસના શેર લીલા નિશાન પર બંધ થયા.

સેન્સેક્સ પર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના શેર સૌથી વધુ ૨.૨૮ ટકા તૂટવા સાથે બંધ થયો. આ ઉપરાંત એનટીપીસી, હિંદુસ્તાન લિવર લિમિટેડ, ટાઈટન, એશિયન પેઈન્ટ્સ, બજાજ ઓટો, ન્સ્લે ઈન્ડિયા, અલ્ટ્રાટેક સિમેન્ટ, કોટક મહિન્દ્રા બેક્ન અને પાવરગ્રીડના શેર લાલ નિશાન પર બંધ થયા છે. જિયોજિત ફાઈનાન્સ સર્વિસિસના પ્રમુખ (સંશોધન) વિનોદ નાયરે કહ્યું કે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન દ્વારા સિનેટના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડીલને મંજૂરી આપ્યા બાદ વૈશ્વિક બજારમાં તેજીને લીધે સ્થાનિક બજારમાં પણ વૃધ્ધિનો સિલસિલો જોવા મળ્યો.

(9:18 pm IST)