Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

નવી ઉપાધિ :કોરોના સંક્રમિત થવાનો વધુ ખતરો હોય તેને દર વર્ષે લેવો પડશે રસીનો ડોઝ: WHOની ચેતવણી

વૃધ્ધોને નવા વેરિયન્ટથી બચવા માટે દર વર્ષે એક બૂસ્ટર ડોઝ લેવાની જરૂર પડશે. :સામાન્ય લોકોએ દર બીજા વર્ષે રસીના ડોઝ લેવા પડશે

નવી દિલ્હી : ભારત સહિત આખું વિશ્વ કોરોના વાયરસ સામે લડી રહ્યો છે. વાયરસ વાંરવાર પોતાનું સ્વરૂપ બદલે છે જેમાં અમુક વેરિયન્ટ ખૂબ જ ખતરનાક હોવાથી કેસની સંખ્યામાં વધારો જોવા મળે છે. ભારતમાં અને દુનિયામાં કોરોના વાયરસના ડેલ્ટા વેરિયન્ટના કારણે હાહાકાર જોવા મળ્યો હતો ત્યારે કોરોના વાયરસની વેક્સિન તેના પર કેટલી અસરકારક છે તેને લઈને અનેક વાર ઘણા લોકો દ્વારા સવાલ પણ ઊભા કરવામાં આવે છે ત્યારે હવે WHOથી એવા સમાચાર સામે આવી રહ્યા છે કે વિશ્વના અનેક લોકોનું ટેન્શન વધી શકે છે

WHOના એક રિપોર્ટમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે જે લોકો પર કોરોના વાયરસથી સંક્રમિત થઈ જવાનો ખતરો વધારે છે જેવા કે વૃદ્ધો, તેમને કોરોના વાયરસના નવા વેરિયન્ટથી બચવા માટે દર વર્ષે એક બૂસ્ટર ડોઝ લેવાની જરૂર પડશે. 

અત્રે ઉલ્લેખનીય છે કે WHOના ડોક્યુમેન્ટમાં જે લોકો પર વધારે ખતરો છે તેમણે દર વર્ષે તથા સામાન્ય વસ્તીએ દર બીજા વર્ષે ડોઝની જરૂર પડશે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 

(9:53 pm IST)