Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

ભાજપ વિરૂદ્ધ કોઈપણ મોરચો હશે તો કોંગ્રેસને સાથે લઈને જ ચાલશું : શરદ પાવરનું મોટું નિવેદન

શરદ પવારે કહ્યું કોઈપણ ગઠબંધનને લઈને ચર્ચા થઈ નથી અને કોંગ્રેસને કોઈપણ ગંઠબંધનથી બહાર કરાશે નહીં

નવી દિલ્હી : તાજેતરમાં એનસીપી ચીફ શરદ પવારની અધ્યક્ષતામાં વિપક્ષી પાર્ટીઓની બેઠક બોલાવાઈ હતી જેમાં કોંગ્રેસ સામેલ ના થતાં કહેવામાં આવ્યું કે ત્રીજા મોરચાથી પાર્ટીને બહાર કરી દેવામાં આવી છે. પરંતુ  શરદ પવારે સ્પષ્ટ કર્યું છે કોંગ્રેસને કોઈપણ ગંઠબંધનથી બહાર કરવામાં આવશે નહીં.

 એનસીપી ચીફ પવારે કહ્યું કે, બીજેપી વિરૂદ્ધ તૈયાર થનારા કોઈપણ મોરચાથી કોંગ્રેસને બહાર કરવામાં આવશે નહીં. તેમને હાલમાં જ થયેલી બેઠકને લઈને કહ્યું કે, આમાં કોઈપણ ગઠબંધનને લઈને ચર્ચા થઈ નથી. પરંતુ જો જરૂરત પડી તો આમાં કોંગ્રેસને પણ સાથે લઈને ચાલવામાં આવશે. પવારે કહ્યું કે, મેં બેઠકમાં પણ તેવું જ કહ્યું કે અમે કોંગ્રેસ જેવી પાર્ટીની પણ જરૂરત છે.

પવારે કોંગ્રેસને લઈને આગળ કહ્યું કે, દરેક રાજકીય પાર્ટીઓને પોતાની પાર્ટીનું વિસ્તાર કરવાનો અધિકાર છે. પોતાના કાર્યકર્તાઓના પ્રોત્સાહનને વધારવા માટે અમે પણ આવું જ બોલતા રહીએ છીએ અને આવી જ રીતે જો કોંગ્રેસ પણ કંઈક કહે છે તો અમે તેનું સ્વાગત કરીએ છીએ કેમ કે તેમનો અધિકાર છે. અહીં પવાર નાના પટોલના તે નિવેદનનો ઉલ્લેખ કરી રહ્યાં હતા, જેમાં તેઓ એકલા હાથે ચૂંટણી લડવાની વાત કરી રહ્યાં હતા.

(11:52 pm IST)