Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

રવિવારે રક્ષા મંત્રી રાજનાથ સિંહ લદ્દાખની મુલાકાતે : LAC પર સેનાની ઓપરેશનલ તૈયારીની કરશે ચકાસણી

એલએસી નજીક કેટલાક રસ્તાઓનું ઉદ્ઘાટન પણ કરશે :રક્ષા મંત્રી સાથે આર્મી ચીફ પણ હાજર રહેશે

નવી દિલ્હી: રક્ષા મંત્રી રાજનાથ સિંહ રવિવારે લદ્દાખ અને એલએસીની મુલાકાત લેશે. તેમની યાત્રા બે દિવસની રહેશે. જેમાં તે એલએસી પર સેનાની ઓપરેશનલ તૈયારીઓની ચકાસણી કરશે. તેઓ એલએસી નજીક કેટલાક રસ્તાઓનું ઉદ્ઘાટન પણ કરશે

   રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે આર્મી ચીફ જાન એમએમ નરવણે પણ હાજર રહેશે. તેઓ ફોરવર્ડ લાઈનમાં  પણ જશે અને સેનાની તૈયારીઓની સમીક્ષા કરશે. આ ઉપરાંત તેઓ બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનના પ્રોજેક્ટ્સની પણ દેખરેખ રાખશે. તમને જણાવી દઈએ કે આશરે એક અઠવાડિયા પહેલા રક્ષા મંત્રી અરુણાચલ પ્રદેશ ગયા હતા જ્યાં તેમણે રાષ્ટ્ર માટે 12 રસ્તા સમર્પિત કર્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે વ્યૂહાત્મક રસ્તાઓ ફક્ત કનેક્ટિવિટીને વેગ આપશે નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય સરહદોની નજીક સુરક્ષા દળોને ઝડપી ગતિશીલ બનાવશે.

ગયા વર્ષથી લદ્દાખમાં એલએસી પર ભારત અને ચીન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. પેંગોંગ તળાવની ઉત્તરીય અને દક્ષિણ કાંઠે બંને દેશોની સૈન્ય પીછેહઠ કરી છે, પરંતુ હજી પણ બંને બાજુથી એલએસી પર 50-60 હજાર સૈનિકો ગોઠવવામાં આવ્યા છે. ભારતે એલએસી નજીકના વિસ્તારોમાં માળખાગત સુવિધા સુધારવા માટે ઝડપથી કામ કર્યું છે.

(12:24 am IST)