Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

દેશમાં 7થી 11 વર્ષના બાળકોને લગાવાશે કોરોના વેક્સીન: સીરમ ઈંસ્ટીટ્યૂટની કોવોવૈક્સની DCGIએ કરી ભલામણ

ટૂંક સમયમાં જ બાળકોને પણ કોરોનાના વેક્સિન લગાવાનું શરૂ થઈ જશે

નવી દિલ્હી : દેશમાં પણ 7થી 11 વર્ષ સુધીના બાળકોને કોરોના વેક્સિન લગાવી શકાશે ,હાલમાં 12 વર્ષથી વધુ વયના બાળકોને આપણા દેશમાં કોરોનાની વેક્સિન લગાવામાં આવી રહી છે. ભારતે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈંડિયાની એક્સપર્ટ કમિટિએ તેના માટે સીરમ ઈંસ્ટીટ્યૂટ ઓફ ઈંડિયા દ્વારા તૈયાર વેક્સિનને ઈમરજન્સી ઉપયોગની ભલામણ કરી છે.તેનો અર્થ એવો થાય છે કે, કાયદાકીય પ્રક્રિયા પુરી થયા બાદ આ વેક્સિનને 7થી 11 વર્ષના બાળકોમાં લગાવામા આવી શકે છે. 

એસઆઈઆઈ દ્વારા તૈયાર કરવામાં આવેલી વેક્સિનનું નામ કોવોવૈક્સ છે. આશા છે કે, ટૂંક સમયમાં જ બાળકોને પણ કોરોનાના વેક્સિન લગાવાનું શરૂ થઈ જશે. કંપનીએ આ સંબંધમાં કોવોવૈક્સને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી માગી હતી. એસઆઈઆઈએ 2થી 7 વર્ષના બાળકોને પણ કોવોવૈક્સ વેક્સિન આપવા માટે ઈમરજન્સી ઉપયોગની મંજૂરી માગી હતી, પણ હાલમાં એક્સપર્ટ કમિટિ તરફથી 7થી 11 વર્ષના બાળકોને આ વેક્સિન આપવાની મંજૂરી મળી હતી, ટૂંક સમયમાં જ ડીજીસીઆઈ તરફથી તેની અંતિમ મંજૂરી મળી જશે.

સીરમ ઈંસ્ટીટ્યૂટે તેના માટે 16 માર્ચના રોજ અરજી કરી હતી. ગત મહિને એક્સપર્ટ કમિટિએ કંપનીના અમુક ડેટાની માગ કરી હતી. ડીજીસીઆઈએ ગત વર્ષે કોવોવૈક્સ વેક્સિનની ખાસ સ્થિતિમાં વયસ્કોને આપવા માટે સિમીત ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપી હતી. ત્યાર બાદ આ વર્ષે 9 માર્ચે 12થી 17 વર્ષના બાળકોને આ વેક્સિન ખાસ પરિસ્થિતિઓમાં આપવાની મંજૂરી આપી હતી

(12:20 am IST)