Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

ડોર-ટુ-ડોર રાશન યોજના પર દિલ્હી હાઈકોર્ટની રોક : કેજરીવાલ સરકાર હાઇકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારશે : યોજનાના અમલથી લોકોનું જીવન સરળ બનશે તેવો દાવો


ન્યુદિલ્હી : દિલ્હી સરકાર ડોર ટુ ડોર રાશન વિતરણ યોજનાને રદ્દ કરવાના હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારી શકે છે. સરકારની દલીલ છે કે યોજનાના અમલથી લોકોનું જીવન સરળ બનશે.

સરકારની આ યોજનાનો હેતુ જાહેર વિતરણ વ્યવસ્થાના લાભાર્થીઓને તેમના ઘરે ખાદ્યપદાર્થો પહોંચાડવાનો છે. રાજધાની દિલ્હીમાં 1.7 મિલિયન કાર્ડધારકો છે જેઓ હાલમાં વાજબી ભાવની દુકાનની મુલાકાત લઈને રાશન લે છે. સરકારની દલીલ છે કે ડોર-ટુ-ડોર રાશન ડિલિવરીની યોજનાના અમલીકરણથી લોકોનું જીવન સરળ બનશે. આ સંગ્રહખોરીને અટકાવશે અને ખાતરી કરશે કે લાભાર્થીઓને યોગ્ય માપદંડમાં ગુણવત્તાયુક્ત ઉત્પાદનો આપવામાં આવે છે.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(12:16 pm IST)