Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

નવી પાર્ટી બનાવવાની તૈયારીમાં એકનાથ સિંદે

રાજકીય સંકટ વચ્‍ચે સિંદેનો મોટો નિર્ણય : બાલાસાહેબ ઠાકરેના નામથી પક્ષનું નામ રખાશે

મુંબઇ તા. ૨૫ : મહારાષ્ટ્ર સરકાર સામે બંડ પોકારીને અલગ થયેલા એકનાથ શિંદે ઉપરાઉપરી ઉદ્ધવ ઠાકરેને ઝટકા આપી રહ્યા છે, ત્‍યારે હવે વધુ એક ઝટકો આપ્‍યો છે.મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટની વચ્‍ચે રાજયની રાજનીતિ કઈ બાજૂ જશે, તે હાલમાં કોઈ કહી શકે તેમ નથી. ત્‍યારે હવે ઉદ્ધવ ઠાકરેથી ઉપરવટ જઈને એકનાથ શિંદે તરફથી વધુ એક મોટો નિર્ણય લેવામાં આવ્‍યો છે. શિવસેનાના બળવાખોર ધારાસભ્‍ય દીપક કેસરકરે કહ્યું કે, શિંદે જૂથ બાલાસાહેબ ઠાકરેના નામ પર નવી પાર્ટી બનાવી શકે છે. તેમણે કહ્યું કે, પાર્ટીનું નામ શિવસેના બાલાસાહેબ હશે. આપને જણાવી દઈએ કે, આજે સાંજે લગભગ ચાર કલાકે શિંદે જૂથ ગુવાહટીમાં પ્રેસ કોન્‍ફરન્‍સ કરશે. બની શકે છે પ્રેસ કોન્‍ફરન્‍સમાં તેના વિશે જાણકારી આપશે.તે જ સમયે સૂત્રોએ દાવો કર્યો છે કે, શિંદે સમર્થકોએ પોતાના અલગ જૂથનું નામ નક્કી કરી લીધું છે. આ જૂથે પોતાનું નામ રાખ્‍યું છે. ‘શિવસેના-બાલાસાહેબ' રાખવાનો નિર્ણય કર્યો છે. હાલમાં આ બળવાખોર કેમ્‍પમાં લગભગ ૪૦ ધારાસભ્‍યો હોવાનું કહેવાય  છે. ત્‍યારે આ બાબતને લઈને ટૂંક સમયમાં ઔપચારિક જાહેરાત પણ થઈ જશે.જાણકારો અનુસાર નામમાંથી સ્‍પષ્ટ થઈ રહ્યું છે કે, હવે શિવસેના બે ભાગમાં વહેંચાઈ જશે. બાલાસાહેબ જૂથ અને બીજૂ શિવસેના જૂથ (ઉદ્ધવ ઠાકરે).  એકનાથ શિંદેનું માનવું છે કે, વધુમા વધુ લોકો ઈમોશનલી કનેક્‍ટ થઈને તેમનું ગ્રુપ જોઈન કરશે.

 

(3:43 pm IST)