Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

આસામમાં સિલ્‍ચર સહિત અનેક શહેરો, ગામડાઓ પાણી હેઠળ : સ્‍થિતિ સતત ગંભીર : કેટલેક સ્‍થળે પાણી ઉતરવા લાગ્‍યાઃ બ્રહ્મપુત્રા અને બરાક નદી ગાંડીતુર

આસામનું સીલ્‍ચર શહેર સતત પાણી હેઠળ છે. મુખ્‍ય રસ્‍તાઓ ઉપર નદી વહેતી હોય તેવી સ્‍થિતિ પ્રવર્તી રહી છે આસામમાં પૂરની સ્‍થિતિ સતત કાર્યરત સર્જાયેલ છે મળત્‍યુઆંક ૧૦૮ ઉપર પહોંચ્‍યો છે જોકે હવે પૂરના પાણી કેટલેક સ્‍થળેથી ધીમે ધીમે ઓસરી રહ્યા છે .

શુક્રવારે આસામમાં પૂરની સ્‍થિતિ ગંભીર હતી જેમાં ૪૫.૩૪ લાખ લોકો પૂર હેઠળ હેરાન પરેશાન હતા તેમ  અધિકારીઓએ જણાવ્‍યું હતું. બ્રહ્મપુત્રા અને બરાક નદીઓ તથા તેમની શાખાઓ સતત ગાંડીતૂર બની છે તેમ છતાં કેટલાક વિસ્‍તારોમાંથી પૂરનું પાણી થોડું ઓછું થવાનું શરૂ થયું છે, તેમ તેઓએ જણાવ્‍યું હતું.

(4:18 pm IST)