Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

ગુજરાત ATSની બે ટીમો દ્વારા તિસ્તા સેતલવાડની અટકાયત : 2002 ની સાલના ગુજરાત રમખાણો અંગે ઝાકિયા જાફરીની અરજીને ફગાવી દેતા સુપ્રીમ કોર્ટે તિસ્તા સેતલવાડની એનજીઓની તપાસ માટે સૂચન કર્યું હતું


અમદાવાદ : ગુજરાત ATSની બે ટીમોએ તિસ્તા સેતલવાડની અટકાયત કરી છે. તેને મુંબઈના સાંતાક્રુઝ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે ATSની ટીમ તેને તપાસ માટે અમદાવાદ લઈ જશે.

2002ના ગુજરાત રમખાણો પર સુપ્રીમ કોર્ટના ચુકાદાના બીજા દિવસે શનિવારે ગુજરાત ATSની બે ટીમોએ તિસ્તા સેતલવાડની અટકાયત કરી હતી. તેને મુંબઈના સાંતાક્રુઝ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે ATSની ટીમ તેમને તપાસ માટે અમદાવાદ લઈ જશે. આ પહેલા શુક્રવારે સુપ્રીમ કોર્ટે ઝાકિયા જાફરીની અરજીને ફગાવી દેતા આકરી ટીપ્પણી કરી હતી અને તિસ્તા સેતલવાડની એનજીઓની તપાસ માટે આહવાન કર્યું હતું. એ પછી એટીએસે આ કાર્યવાહી કરી હોવાનું માનવામાં આવે છે. તે જ સમયે, શનિવારે સવારે ગૃહ પ્રધાન અમિત શાહે પણ તિસ્તા સેતલવાડ સહિત ઘણા રાજકારણીઓ પર નરેન્દ્ર મોદીને બદનામ કરવાનો આરોપ લગાવ્યો હતો.

ઝાકિયા જાફરીએ ગુજરાત રમખાણો પર સુપ્રીમ કોર્ટે રચેલી SITમાં PM નરેન્દ્ર મોદી સહિત 62 રાજકારણીઓ અને અધિકારીઓને આપવામાં આવેલી ક્લીનચીટ વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. જેને સુપ્રીમ કોર્ટે શુક્રવારે ફગાવી દેતા કહ્યું કે કાયદાનો દુરુપયોગ કરવો યોગ્ય નથી. સુપ્રીમ કોર્ટે SITની તપાસની પ્રશંસા કરી અને કડક ટીપ્પણી કરી કે કાયદા સાથે રમત કરનારાઓ સામે કાર્યવાહી થવી જોઈએ. સુપ્રીમ કોર્ટે તિસ્તા સેતલવાડનું નામ પણ લીધું અને કહ્યું કે સેતલવાડ સામે વધુ તપાસની જરૂર છે.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

 

(6:20 pm IST)