Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

કોરોના મહામારીમાં પેટ્રોલની વધતી કિંમતોએ વધાર્યુઃસામાન્ય માણસનું ટેન્શન

સરકારી તેલ કંપનીઓ ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડે મંગળવારે સતત ૬ઠ્ઠા દિવસે પેટ્રોલના ભાવમાં વધારો કર્યો છેઃ આજે રાજધાનીમાં પેટ્રોલ ૧૧ પૈસા મોંઘું થયું છે : પેટ્રોલની કિંમતમાં થયો વધારો : પેટ્રોલમાં ૧૧ પૈસાનો વધારો કરાયો : ડીઝલના ભાવમાં કોઇ વધારો નહીં

નવી દિલ્હી, તા.૨૫: આજે રાજધાનીમાં પેટ્રોલ ૧૧ પૈસા મોંઘું થયું છે. આ સાથે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ૮૧.૭૩ રૂપિયા પહોંચ્યો છે. ડીઝલની કિંમતોમાં આજે કોઈ ફેરફાર કરાયો નથી. ઉલ્લેખનીય છે કે છેલ્લા ૯ દિવસમાં પેટ્રોલમાં ૧.૩૦ રૂપિયાનો વધારો થયો છે. રોજ સવારે ૬ વાગ્યે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ફેરફાર આવે છે અને ત્યારથી જ આ ભાવ લાગૂ પડે છે. વિદેશી મુદ્રા દરની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમત શું છે તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ફેરફાર આવે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એકસાઈઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજો જોડ્યા બાદ તેના ભાવ ડબલ થાય છે. ઉલ્લેખનીય છે કે રોજ સવારે ૬ વાગે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે.

આ છે આજના દેશના મોટા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

દિલ્હી - પેટ્રોલ ૮૧.૭૩ રૂપિયા અને ડીઝલ ૭૩.૫૬ રૂપિયા પ્રતિ લિટર

મુંબઈ - પેટ્રોલ ૮૮.૩૯ રૂપિયા અને ડીઝલ ૮૦.૧૧ રૂપિયા પ્રતિ લિટર

કોલકત્ત્।ા- પેટ્રોલ ૮૩.૨૪ રૂપિયા અને ડીઝલ ૭૭.૦૬ રૂપિયા પ્રતિ લિટર

ચેન્નઈ - પેટ્રોલ ૮૪.૭૩ રૂપિયા અને ડીઝલ ૭૮.૮૬ રૂપિયા પ્રતિ લિટર

નોઈડા - પેટ્રોલ ૮૨.૦૯ રૂપિયા અને ડીઝલ ૭૩.૮૭ રૂપિયા પ્રતિ લિટર

ગુરુગ્રામ - પેટ્રોલ ૭૯.૮૯ રૂપિયા અને ડીઝલ ૭૪.૦૩ રૂપિયા પ્રતિ લિટર

લખનઉ - પેટ્રોલ ૮૧.૯૯ રૂપિયા અને ડીઝલ ૭૩.૭૭ રૂપિયા પ્રતિ લિટર

પટના - પેટ્રોલ ૮૪.૩૦ રૂપિયા અને ડીઝલ ૭૮.૭૨ રૂપિયા પ્રતિ લિટર

જયપુર - પેટ્રોલ ૮૮.૯૩ રૂપિયા અને ડીઝલ ૮૨.૬૨ રૂપિયા પ્રતિ લિટર

(12:56 pm IST)