Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ર તબક્કામાં ઓપન માર્કેટ ઓપરેશન અંતર્ગત સરકારી સિકયોરિટીઝના ખરીદ-વેચાણ માટે વિશેષ આયોજન : ર૦ હજાર કરોડના વિશેષ ઓએમઓ

મુંબઈ: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ઓપન માર્કેટ ઓપરેશન (OMO) અંતર્ગત સરકારી સિકયોરિટીઝના ખરીદ અને વેચાણ માટે વિશેષ આયોજન કરશે. બે તબક્કાઓમાં 20 હજાર કરોડ રૂપિયાની સિકયોરિટીઝનું ખરીદ-વેચાણ કરવામાં આવશે,

RBI મંગળવારે એક નિવેદનમાં કહ્યું કે, “હરાજી બે તબક્કામાં 27 ઓગસ્ટ અને 3 સપ્ટેમ્બરે આયોજિત કરવામાં આવશે. બન્ને તબક્કાઓમાં સરકારી સિકયોરિટીઝની 10-10 હજાર કરોડ રૂપિયાનું ખરીદ-વેચાણ કરવામાં આવશે.

હાલની આર્થિક સ્થિતિ અને માર્કેટ પરિસ્થિતિઓની સમીક્ષા કર્યા બાદ RBI OMO અંતર્ગત સરકારી સિકયોરિટીઝના ખરીદ-વેચાણ કરવાનો નિર્ણય કર્યો છે. જે 10,000-10,000 કરોડ રૂપિયાના બે તબક્કામાં હશે.”

RBI કહેવું છે કે, તે ૨૭ ઓગસ્ટે ૧૦ હજાર કરોડ રૂપિયાની ૪ સિકયોરિટીઝનું વેચાણ કરશે. જયારે આટલી જ રકમની ચાર સિકયોરિટીઝની ખરીદી પણ કરશે. બીજા તબક્કાની હરાજી ૩ સપ્ટેમ્બરે કરવામાં આવશે. જેની જાહેરાત અલગથી કરવામાં આવશે.

(4:06 pm IST)