Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

આઇઆઇટીમાં વધતી આત્‍મહત્‍યા ઓ થી સંબંધિત અરજીને સુપ્રિમ કોર્ટએ બતાવી તુચ્‍છ

આઇઆઇટીમાં વધતી આત્‍મહત્‍યાઓને રોકવા માટે કેન્‍દ્રએ દિશા-નિર્દેશ જારી કરવા સંબંધિત એક જનહિત અરજી પર સુપ્રિમકોર્ટએ અરજીકર્તાને કહ્યું આ તુચ્‍છ અરજી છે. અમને બતાવો આપના પર કેટલો દંડ ફટકારવો જોઇએ જસ્‍ટીસ આર. એફ. નરીમનની અધ્‍યક્ષતાવાળી પીઠએ અરજીકર્તાને રૂપિયા ૧૦,૦૦૦ કાનૂની સેવા પ્રાધિકરણમાં જમા કરવાનો આદેશ આપતા આ મામલો રદ કર્યો છે.

(9:58 pm IST)
  • જમ્મુ કાશ્મીરમાં લશ્કર-એ-તૈયબાના બે આતંકી ઠારઃ ઓપરેશન શરૂ : જમ્મુ-કાશ્મીરના અનંતનાગ ખાતે આંતકીઓ સાથેની અથડામણમાં લશ્કર-એ-તૈયબાના બે આતંકી ઠાર મરાયા છે. સુરક્ષાદળોનું ઓપરેશન ચાલુ છે. access_time 11:29 am IST

  • દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને અશ્લીલ ગીત ગાઈ રહેલા બતાવતો " ફેક " વિડિઓ વાઇરલ : 12 ફેબ્રુઆરીના રોજ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં પોતાની પાર્ટી વિજેતા થતા અશ્લીલ ગીત ગાતા બતાવ્યા : દિલ્હી કોર્ટમાં દાવો દાખલ : મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે પશ્ચિમ વિહાર પોલીસને એફ.આઈ .આર.દાખલ કરી રિપોર્ટ આપવાનો આદેશ કર્યો access_time 7:45 pm IST

  • નેપાળમાં ૪૮ કલાકથી ભારે વરસાદ ચાલુ: જાનહાનિ અને ખાના-ખરાબી: નેપાળમાં મંગળવારથી સતત મધ્યમથી ભારે વરસાદ પડી રહ્યો છે. શીલાઓ ગબડતા, ભૂમિ ધસી પડતા ૧૨ના મોત થયા છે અને ૯ લાપતા છે access_time 12:21 am IST